- કણક માટે એક વાટકી ઘઉંનો લોટ લઈ તેમાં 2 ચમચી સોયાબીનનો લોટ, 2 ચમચી રાગીનો લોટ અને 1 ચમચી જુવારનો લોટ લઈ મિક્સ કરી, તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, મેગીનો મસાલો નાખી તેલનું મોણ નાખી લોટ બાંધી 20 મિનિટ રેસ્ટ આપવો.
- હવે એક પેનમાં ઘી અને તેલ લઈ, તેમાં આદુ મરચાની પેસ્ટ, લીલુ લસણ અને કાંદા નાખી 2 મિનીટ સાંતળો. ત્યારબાદ તેમાં રાજમાં, થોડા ક્રશ કરેલા મકાઈ, કેપ્સિકમ, મેગીનો મસાલો નાખી સાંતળવું.
- ત્યારબાદ તેમાં મરચું પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી 5 મિનિટ સાંતળવું. ત્યારબાદ સ્ટફિંગને ઠંડુ થવા દેવું
- ત્યારબાદ બનાવેલ કણકમાંથી મોટી રોટલી વણી થોડી લાંબી કરો.
- ત્યારબાદ તેને ચારે બાજુ કાપી લંબચોરસ કરવી. ત્યારબાદ તેમાં બનાવેલું સ્ટફિંગ ભરી પોકેટની જેમ પેક કરી ઉપરથી ફરી એક બે વેલણ મારી વાણી લેવું. ત્યારબાદ બનાવેલા પરાઠા ઘીથી શેકી લો.
- પરોઠા સેઝવાન ચટણી સાથે સર્વ કરો.
Home » આંગળીની સાથે ડીશ પણ ચાટી જવાય તેવા સ્પાઈસી મેક્સિકન પરાઠાં
આંગળીની સાથે ડીશ પણ ચાટી જવાય તેવા સ્પાઈસી મેક્સિકન પરાઠાં
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
97
મેક્સિકન પરાઠાં બનાવવા માટેની રીત:
2 પેકેટ મેગી મસાલો
100 ગ્રામ અધકચરાં ક્રશ કરેલા રાજમાં
100 ગ્રામ મકાઈ
1 વાટકી જીણું સમારેલું કેપ્સીકમ
એક વાટકી ઝીણી સમારેલી ડુંગળી
આદુ-મરચા ની પેસ્ટ
લીંબુનો રસ
ખાંડ
લીલુ લસણ
1 ચમચી ચીલી ફ્લેક્સ
1 ચમચી ઓરેગાનો
મીઠું
તેલ
મરચું પાઉડર
ઘી
બનાવવા માટેની રીત:
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject