Home » જીવ જોખમમાં મૂકીને રણવીરે દીપિકા માટે કદી ન કરમાય તેવું ફૂલ તોડ્યું
જીવ જોખમમાં મૂકીને રણવીરે દીપિકા માટે કદી ન કરમાય તેવું ફૂલ તોડ્યું
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
84
રણવીર સિંહનો બેર ગ્રિલ્સ સાથેનો શો રણવીર Vs વાઇલ્ડ વિથ બેર ગ્રિલ્સ આવી રહ્યો છે. આ શોનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં તમે પહેલીવાર કોઈને રીંછ સાથે આવા ખતરનાક સ્ટંટ કરતા જોશો. રણવીર સિંહ ટૂંક સમયમાં બેર ગ્રિલ્સના શો રણવીર Vs વાઇલ્ડ વિથ બેર ગ્રિલ્સમાં જોવા મળશે. નેટફ્લિક્સે હવે આ શોનું નવું ટ્રેલર રિલીઝ કર્યું છે.
આ શોમાં રણવીર જબરદસ્ત એડવેન્ચર કરતો જોવા મળશે. ટ્રેલરની શરૂઆત રણવીર સિંહથી થાય છે જે કહે છે જીદ, તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે, પરંતુ આ જીદ તમને ક્યાં ફસાવે છે તે ખબર પણ નથી પડતા આ પછી તમે રણવીરને જબરદસ્ત સ્ટંટ કરતા જોશો. ક્યારેક તે રીંછ પાછળ,તો ક્યારેક વરુ અને ક્યારેક ખતરનાક સાપનો સામનો કરશે. રણવીરના આ રિયલ સ્ટન્ટ્સ તમને આશ્ચર્યચકિત કરી દેશે.
આ બધાં સ્ટંટ વચ્ચે રણવીર તેની પત્ની દીપિકા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાનું ભૂલતો નથી. તે ઘણું જોખમ લઈને દીપિકા માટે ખાસ ફૂલ તોડવા જાય છે. આ ફૂલની ખાસિયત એ છે કે તે ક્યારેય કરમાતું નથી. રણવીર કહે છે, લોકો પોતાના પ્રેમી માટે ચાંદ-તારા તોડીને લાવે છે. હું દીપિકા માટે ફૂલ તોડવા જઈ રહ્યો છું આ ફૂલ બહુ જ ખાસ છે કારણ કે તે મારા પ્રેમની જેમ ક્યારેય કરમાતું નથી. ટ્રેલરમાં રમુજી દ્રશ્ય પણ આવે છે જ્યારે રણવીર ઉત્સાહપૂર્વક નીચેથી માટી ઉપાડે છે અને તેના કપાળ પર લગાવે છે. પરંતુ પછી ખબર પડે છે કે તે તો વરુનું મળ હતું. બીજી તરફ, રણવીર પર્વત પર ચડતી વખતે રીંછને જય બજરંગ બલી કહેતા શીખવે છે. આ શોની ખાસ વાત એ છે કે રણવીર અહીં જે પણ સ્ટંટ કરશે, તેમાં યુઝર્સ નક્કી કરશે કે તેણે આગળ શું કરવાનું છે.
આ પહેલાં આવેલા ટ્રેલરને શેર કરતાં રણવીરે લખ્યું છે કે, હવે રણવીર સિંહની જિંદગી તમારા હાથમાં છે. બટન દબાવો અને તેને બચાવો. બેર ગ્રિલ્સ સાથે રણવીર સિંહ. Netflix ભારતનો પહેલો ઇન્ટરેક્ટિવ શો 18 જુલાઈના રોજ આવશે.તમને જણાવી દઈએ કે રણવીર આ શો દ્વારા ઓટીટી ડેબ્યૂ કરી રહ્યો છે. તે 2021 માં સર્બિયા ગયો હતો જ્યાં તેણે બેયર સાથે શૂટિંગ કર્યું હતું.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject