તહેવારોની સિઝન શરૂ થતા જ નકલી ખાદ્ય પદાર્થોનું મોટું સામ્રાજ્ય સામે આવી રહ્યું છે. અમદાવાદમાંથી છ લાખ કિલો નકલી ચીઝ તેમજ અલગ અલગ ખાદ્ય પદાર્થો પર કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી નમૂના ટેસ્ટિંગ માટે લીધા હતા ત્યારે આવનારા દિવસોમાં તેલમાં તળેલી વસ્તુઓનો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તેમ જ લોકોના જીવને કોઈ નુકસાન ન થાય તે માટે ગુજરાત ફર્સ્ટની ટીમે જ અમદાવાદમાં અલગ અલગ 20 થી વધુ વેપારીઓના ત્યાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં છ જગ્યાઓ ઉપર અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને પણ સાથે રાખી હતી. અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા અને સુરત સહિતના મહાનગરોમાં પણ રિયાલિટી ચેક કરાવાતા આ જ પરિસ્થિતી જોવા મળી હતી. તહેવારો સમયે લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા હોવાનું જણાયું હતું.
Home » ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક : સાવધાન, તમારા આરોગ્ય સાથે થઇ રહ્યા છે ચેડાં
ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક : સાવધાન, તમારા આરોગ્ય સાથે થઇ રહ્યા છે ચેડાં
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
508