Ramotsav : Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠાને લઈને Ayodhya માં તૈયારીઓને આખરી ઓપ... Video
અયોધ્યામાં અત્યારે માહોલ રામમય બન્યો છે. અયોધ્યાનગરીમાં અત્યારે માત્ર આનંદ ઉલ્લાસ છે. અયોધ્યામાં અત્યારે ઠેર ઠેર રંગારંગ કાર્યક્રમો ચાલી રહ્યા છે. તો અહીં લોકો પણ એટલા ઉત્સાહમાં છે કે નાચગાન કરી રહ્યા છે. હીં મંદિરના પ્રવેશદ્વારને પણ ફૂલોથી શણગારવામાં આવ્યો છે. માત્ર પ્રવેશદ્વાર જ નહીં પણ સમગ્ર અયોધ્યા ફૂલોથી સજી ઉઠ્યું છે. તો લતા મંગેશકર ચોક ખાતે પોલીસ દ્વારા રામ લલ્લાનું બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ તરફ પોલીસ કોઈ અનિચ્છિત ઘટના ન બને તે માટે એક એક ખૂણાઓ પર નજર રાખી રહી છે. ગુજરાતમાં વિવિધ શહેરોમાં ભગવાન રામના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Jai Shree Ram: ગુજરાત પણ બન્યું રામમય, અલગ અલગ શહેરોમાં નીકળી કળશ યાત્રા… Video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ