
ઓડ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જાહેર કરવામાં આવેલી દબાણની નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા રોડની બાંધકામ મર્યાદા, રોડના સેન્ટર થી ૧૬ મીટરની છે. જેના પગલે રોડ એન્ડ બિલ્ડિંગના હદની અંદરના દબાણ આગામી ત્રણ દિવસમાં દૂર કરવામાં આવશે. સાથે જ રસ્તો પહોળો કરવા માટે ૪૦૦થી વધુ વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.