Godhra Lok Sabha Election: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ ગોધરા નિવાસીઓને અચૂક મતદાનની કરી અપીલ
Godhra Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ દેશમાં ખૂણે-ખૂણે રાજનૈતિક વાતાવરણ ફેલાઈ ગયું છે. લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં જીત હાંસલ કરવા માટે વિવિધ પાર્ટીઓ મતદાતોઓને રિઝવવા માટે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. તે ઉપરાંત જનસભાનું આયોજન કરીને લોકો સાથે રૂબરૂ સંવાદ કરીને તેમની પાર્ટીને વધુમાં વધુ મત આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગોધરામાં ભાજપના દિગ્ગજ નેતાઓનો પ્રચંડ પ્રચાર
આપનો એકમત સીધો કમલને ખીલવશે
પંચમહાલમાં કમળ ખીલવીને ભાજપને મજબૂત કરજો
ત્યારે તાજેતરમાં પંચમહાલ (Panchmahal)ના ગોધરા તાલુકામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી (Home Minister) અને ભાજપના ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર (BJP Lok Sabha Candidate) અમિત શાહ (Amit Shah) નું આગમન થયું હતું. ત્યારે તેમણે ગોધરામાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. તે ઉપરાંત તેમણે ગોધરામાં BJP લોકસભા બેઠકના ઉમેદવાર (BJP Lok Sabha Candidate) રાજપાલસિંહ જાદવ માટે પ્રચાર કર્યો હતો.
આ પણ વાંચો: VADODARA : કમાટીબાગમાં આધેડે ઝેરી દવા ગટગટાવી
આપનો એકમત સીધો કમલને ખીલવશે
તે ઉપરાંત જ્યારે કેન્દ્રીય ગૃહ (Home Minister) અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) જ્યારે ગોધરા પધાર્યા હતા, ત્યારે ભાજપમાં લોકસભાના ઉમેદવાર (BJP Lok Sabha Candidate) રાજપાલસિંહે પાવાગઢની ચૂંદડી પહેરાવીને ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી (Home Minister) અમિત શાહ (Amit Shah) જનસભાને સંવાદ કરતા પહેલા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો સાથે જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી (Amit Shah) એ નિવેદન આપતા કહ્યું હતું કે, આપનો એકમત સીધો કમલને ખીલવશે. રાજપાલસિંહને આપેલો એક એક મત નરેન્દ્ર મોદીને મળશે. લોકોના જીવનમાં સુખાકારી આવે તે માટે ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવો.સૌને વિનંતી છે ગમે એટલી ગરમી હોય 7 તારીખે સૌ કમળના નિશાન પર બટન દબાવી મોદીજીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવજો.
આ પણ વાંચો: Dwarka Lok Sabha Election: બીચના દિવાનાઓ માટે ચૂંટણી પંચે જાહેર કરી અનોખી સ્કીમ
પંચમહાલમાં કમળ ખીલવીને ભાજપને મજબૂત કરજો
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનસભા સાથે સંવાદ કરતા જણાવ્યું કે, આ વર્ષે આપણે સૌએ વડાપ્રધાનને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવાના છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશનો વિકાસ થઈ રહ્યો છે. PM Modi પોતે ગેરેંન્ટેડ બન્યા છે. ભારતીય જનતા પાર્ટી દેશને પ્રથમ માને છે. ભારત આત્મનિર્ભર ભારત બને માટે ભાજપ જરૂરી છે. પંચમહાલમાં કમળ ખીલવીને ભાજપને મજબૂત કરશો. તો આ કાર્યક્રમમાં વિશાળ જનમેદની જોવા મળી હતી. તે ઉપરાંત પંચમહાલના તમામ ભાજપના નેતા, કાર્યકારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Gujarat ATS : ગુજરાત-રાજસ્થાનમાંથી ડ્રગ્સની ત્રણ ફેક્ટરી ઝડપાઇ, 230 કરોડનો મુદ્દામાલ જપ્ત