Download Apps
Home » VADODARA : “મત આપો અને પછી સરકારને કામ કરવાની શીખ આપો !”

VADODARA : “મત આપો અને પછી સરકારને કામ કરવાની શીખ આપો !”

VADODARA : લોકશાહીનો મહાપર્વની ઉજવણી કરવાનો રૂડો અવસર આંગણે ઉભો છે, ત્યારે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ (LOKSABHA GENERAL ELECTION – 2024) માં સમગ્ર વડોદરા જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને કોઈ પણ મતદાર મતદાનની પવિત્ર ફરજથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર હેઠળ વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાર જાગૃત્તિ અભિયાન અંતર્ગત પ્રથમવાર મતદાન કરનાર યુવાઓની સાથે અન્ય તમામ મતદાતાઓને આ ચૂંટણીમાં અચૂક મતદાન કરવા માટે વડોદરા જિલ્લાના શતાયુ મતદાતાઓએ અપીલ કરી છે.

સાતમીએ મતદાન માટે પહોંચી જાવ

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કારવણ ગામના ૧૦૧ વર્ષના મતદાર કેસુરભાઈ પ્રભુદાસ પટેલે યુવાનોને મતદાન માટેની ખાસ અપીલ કરતા કહ્યું કે, આપણે સરપંચ, ધારાસભ્ય, સાંસદ કે સરકારે શું કરવું જોઈએ? તેની સરળતાથી શીખ આપી દઈએ છીએ. પણ મત આપવાનો વારો આવે ત્યારે ઉદાસીનતા દાખવીએ છીએ, તો પછી આપણને બોલવાનો અધિકાર નથી. પહેલી લોકસભાથી મતદાન કરતા શતાયુ મતદાર કેસુરભાઈ પટેલે સ્વતંત્રતા બાદ યોજાયેલી ભારતની પ્રથમ ચૂંટણીથી લઈને અત્યાર સુધી યોજાયેલી તમામ ચૂંટણીમાં મતદાન કરતા આવ્યા છે. આ વખતે પણ તેઓ સાતમી તારીખે મતદાન કરવા જશે. તેઓ મતને અમૂલ્ય દાન પણ માની રહ્યા છે. જેથી આજનો યુવા મતદાર બંધારણે આપેલી પવિત્ર ફરજ અને અધિકારને દાનના રૂપમાં સ્વીકારીને પણ સાતમી તારીખે મતદાન કરવા માટે પહોંચી જાય તેવી વિનંતી પણ કરી છે.

અચૂક પણે સામેલ થવું જોઈએ

વડોદરા જિલ્લાના શતાયુ મતદારો યુવા મતદારોની મતદાન પ્રત્યેની ઉદાસીનતાને ખૂબ જ ગંભીર ગણાવે છે, યુવાનો પોતાની પસંદગીના સાંસદને ચૂંટી શકે તે માટે પાંચ વર્ષે આવતો આ લોકશાહીનો મહાપર્વ છે. જેમાં પ્રત્યેક મતદારે પોતાની ઈચ્છા અને પસંદગીના ઉમેદવારને પસંદ કરીને પણ મતદાનની પ્રક્રિયામાં અચૂક પણે સામેલ થવું જોઈએ, તેવો અભિપ્રાય શતાયુ મતદારો વ્યક્ત કરી રહ્યા છે.

મતદાન કરીને બંધારણીય અધિકાર ભોગવશે

મહત્વનું છે કે, સમગ્ર વડોદરા જિલ્લામાં કુલ ૮૧૧ શતાયુ મતદાર છે, જેમાંથી ૬૨૬ શતાયુ મતદારો આગામી તા. ૭ મે ના રોજ વડોદરા લોકસભા બેઠક માટે મતદાન કરી અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બનશે. હવે જો વિધાનસભા મતવિભાગ પ્રમાણે વાત કરીએ તો, રાવપુરા વિધાનસભા મતવિભાગમાં ૧૮૯, માંજલપુર વિધાનસભા મતવિભાગમાં ૬૨, અકોટામાં ૧૧૨, સયાજીગંજમાં ૯૯, વડોદરા શહેર વિધાનસભા મતવિભાગમાં ૫૭, કરજણમાં ૬૦, પાદરામાં ૬૭, ડભોઈમાં ૫૮, સાવલીમાં ૬૩, વાઘોડીયામાં ૪૪ સહિત કુલ ૮૧૧ શતાયુ મતદાર છે. પરંતુ પાદરા અને ડભોઈ વિધાનસભા મતવિભાગનો સમાવેશ છોટા ઉદેપુર લોકસભામાં અને કરજણ વિધાનસભા મતવિભાગનો સમાવેશ ભરૂચ લોકસભામાં થાય છે, એટલે કે વડોદરા જિલ્લાના ૧૮૫ શતાયુ મતદારો અન્ય લોકસભા બેઠક માટે મતદાન કરીને બંધારણીય અધિકાર ભોગવશે.

આ પણ વાંચો — VADODARA : હોટલના ગલ્લા પર માથાકુટ બાદ તોડફોડ

રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
By VIMAL PRAJAPATI
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
By Harsh Bhatt
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
By VIMAL PRAJAPATI
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં
By Harsh Bhatt
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં
By Vipul Sen
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ
By Hiren Dave
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ
By Aviraj Bagda
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી જો તમે કેદારનાથની યાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો બેગમાં આ વસ્તુઓ મૂકવાનું ભૂલતા નહીં ‘Big Boss 17’ ફેમ અભિનેત્રીના હૉટલૂક અને ગ્લેમરસ સ્ટાઇલે સૌને મંત્રમુગ્ધ કર્યાં IPLમાં ચમકી રહી છે આ ખેલાડીની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ ડ્રગ્સ માફિયાની સુંદર પ્રેમિકા અને હત્યાકાંડ તમે સ્વાદિષ્ટ ભોજનથી ખાઈ પણ કરી શકો છો weight loss, જાણો કેવી રીતે