Download Apps
Home » VADODARA : હીટ એન્ડ રન, કાર ચાલકે ટક્કર મારી દંપતીને ફંગોળ્યા, ભાગવા જતા બાઇક ઢસડી

VADODARA : હીટ એન્ડ રન, કાર ચાલકે ટક્કર મારી દંપતીને ફંગોળ્યા, ભાગવા જતા બાઇક ઢસડી

VADODARA : વડોદરા (VADODARA) ના મુંજમહુડા વિસ્તારમાં આજે હિટ એન્ડ રન (HIT AND RUN) ની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાઇક સવાર દંપતી કારની ટક્કરે ફંગોળાયું હતું. આટલો ગંભીર અકસ્માત સર્જયા બાદ કાર ચાલકે ઉભા રહેવાની જગ્યાએ તે સ્થળ પરથી નાસી છુટ્યો હતો. અકસ્માત બાદ કારના આગળના ભાગે બાઇક ફસાઇ જતા તે ઢસડાઇ હતી. આ ઘટનામાં મહિલાને ઇજાઓ પહોંચતા તેણીને હોસ્પિટલ લઇ જવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલો બિંદાસ્ત રીતે ચાલક બાઇકને કાર આગળ ઢસડીને જઇ રહ્યો છે.

મદદ કરવાની જગ્યાએ ત્યાંથી નાસી છુટ્યો

વડોદરામાં ફિલ્મી સ્ટાઇલે (FILMY STYLE) હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. વડોદરાના મુંજમહુડા વિસ્તારમાં આવેલા માતાજીના મંદિર પાસેથી દંપતી બાઇક પર જઇ રહ્યું હતું. તેવામાં દંપતીની બાઇકને કારની ટક્કર લાગતા બંને ફંગોળાયા હતા. આ ઘટનામાં દંપતી પૈકી મહિલાના પગે ઇજાઓ પહોચી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આટલી ગંભીર ટક્કર લાગ્યા બાદ કાર ચાલકે ઇજાગ્રસ્તોની મદદ કરવાની જગ્યાએ ત્યાંથી નાસી છુટ્યો હતો.

કાર નીચે બાઇક પણ ઢસડાઇ

અકસ્માત બાદ કારના આગળના ભાગે બાઇક ફસાઇ જતા તે પણ ઢસડાઇ હતી. આ ઘટના અંગે પોલીસને જાણ થતા તાત્કાલિક સ્થળ પર પહોંચીને અકસ્માત કરનાર કાર અને તેના ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કારમાંથી શંકાસ્પદ બોટલ પણ મળી આવી હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કરોઇની નજર રહેશે.

ડ્રિંક એન્ડ ડ્રાઇવ અને અકસ્માત સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાશે

પીઆઇ એસ. એમ. સગરે જણાવ્યું કે,  કાર ચાલકનું નાન કંવરલાલ બલવિંદરસિંગ સુંદા (રહે. મકરપુરા) છે. તેેણે પ્રાથમિક રીતે ડ્રિંક કર્યું હોય તેવું લાગે છે. કાર અને બાઇકનો મુંજમહુડા ચોકડી પાસે ખોડિયાર માતાજીના મંદિર પાસે અકસ્માત થતા બાઇક સવાર ફંગોળાયા હતા. જે બાદ ભાગવા જતા કારના આગળના ભાગે બાઇક ફસાઇ ગયું હતું. અને બાઇક કેટલાક અંતર સુધી ઘસડાયું હતું. કાર ચાલકને પોલીસે પકડી લીધો છે. હાલમાં તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઇવ અને અકસ્માત સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનામાં બાઇક સવાર પૈકી મહિલાના પગે ઇજાઓ પહોંચી છે. હાલ મહિલા હોસ્પિટલમાં છે. અને પોલીસ પણ તેમની સાથે હોસ્પિટલમાં છે.ગાડીમાંથી બોટલ મળવા અંગે વધુ તપાસ હાલ ચાલી રહી છે.

આ પણ વાંચો —VADODARA : ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને રંગેહાથ પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો
આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો
By Hardik Shah
IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય!
IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય!
By Harsh Bhatt
Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો
Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો
By Harsh Bhatt
દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ
દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ
By Hardik Shah
શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન !
શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન !
By Vipul Sen
વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર
વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર
By Hardik Shah
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
By VIMAL PRAJAPATI
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય! Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન ! વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર