
બોઈલરમાં બ્લાસ્ટ થતા દુર્ઘટના
ભાવનગરના સિહોરના
ઘાંઘળી નજીક આવેલી ફેકટરીમાં બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ગંભીર ગુર્ઘટનામાં
અંદાજે 12 લોકો દાઝ્યા હતા. સિહોરના
ઘાંઘળી ખાતે GIDC નં.4માં આવેલી અરિહંત ફર્નેસ રોલીંગ ફેક્ટરીમાં મોડી રાતે અચાનક બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
ફેકટરીમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા
12 શ્રમિકો દાઝ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કંપનીના બોઈલરમાં બ્લાસ્ટ થતા મોટો ધડાકો થયો હતો અને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફસાયેલા શ્રમિકોને બચાવાના
પ્રયત્નો હાથ ધરાયા હતા. ઈજાગ્રસ્તોને 108 દ્વારા પ્રાથમિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જે ફેકટરીમાં
બ્લાસ્ટ થયો છે તે ઝકરીયાભાઈ તથા અન્ય વ્યક્તિની હોવાનું જાણવા મળ્યું
છે. બનાવની જાણ થતાં જ સિહોર પોલીસ
તથા ઘાંઘળીના ભોળાભાઈ ચુડાસમા સહિતના આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા.
ભંગારને ભઠ્ઠીમાં નાખતા બ્લાસ્ટ
એક ઘાયલ શ્રમિકે જણાવ્યુ હતું કે ‘બહારથી
આવેલા ભંગારને ભઠ્ઠીમાં નાખતા અચાનક બ્લાસ્ટ થયો હતો. અરિહંત રોલીંગ મીલમાં કામ કરતા 12 શ્રમિકોમાંથી
8 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને ભાવનગરની સરટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય ચારને સિંહોર હોસ્પિટલમાં ખસેડાયા છે’.