Home » દારૂડિયા પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ પતિની કરી હત્યા
દારૂડિયા પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ પતિની કરી હત્યા
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
90
ઉત્તરાયણના તહેવાર દરમિયાન શહેર બન્યું રક્તરંજીત શહેરમાં ઉપરાછાપરી મારામારી, હત્યા અને હત્યાની કોશિષના બન્યા બનાવો.તહેવાર દરમિયાન ત્રણ ત્રણ હત્યાના બનાવ પણ સામે આવ્યા..જેમાં અમરાઇવાડીમાં દારૂડિયા પતિના માર અને ત્રાસથી કંટાળી પત્નીએ જ પતિનું ગળું દબાવી કરી નાખી હત્યા
અમરાઇવાડીમાં હત્યાની ઘટના
અમદાવાદ શહેરને જેટલું સેફ માનવામાં આવે છે તેટલો જ તેનો ક્રાઇમ ગ્રાફ પણ ઉંચો જોવા મળી રહ્યો છે.તેમાંય ખાસ તહેવારમાં જ્યારે પોલીસ સ્ટેન્ડ ટુ હોય છે ત્યારે જ કેટલાક ગંભીર પ્રકારના બનાવો બનતા રહેતા હોય છે.આવી જ એક બાદ એક ઘટનાઓ અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ દરમિયાન બની છે.ઉત્તરાયણ દરમિયાન શહેરમાં ત્રણ હત્યાના બનાવો બન્યાઅમરાઇવાડીમાં પતિની હત્યા તેની જ પત્નીએ કરી હોવાનું સામે આવ્યું.અમરાઇવાડીમાં રહેતો દીપક અને તેનો ભાઇ ઉત્તરાયણના દિવસે ઘરે હતા.દીપકની પત્ની હેતલ નોકરીએથી ઘરે આવી હતી..ત્યારે દિપક બહાર ગયો હતો.દિપકની માતા પણ બહાર ગઇ હતી.જ્યારે દીપકની માતા ઘરે આવી અને જોયું તો તે બેભાન અવસ્થામાં પડ્યો હતોત્યાં બેઠેલી દીપકની પત્નીને પૂછ્યું તો તેણે ગળુ દબાવતા દિપક મૃત્યુ પામ્યો હોવાનું તેણે તેની સાસુને જણાવ્યું હતું.
દારૂડિયા પતિના ત્રાસ અને મારથી કંટાળી પત્નીએ કરી નાખી હત્યા
એકતરફ દિપકનું મોત થયું હતું. બીજીતરફ પુત્રવધુને પોલીસ પકડી જશે તો પરિવાર વિખેરાઇ જશે તેવી પરિવારજનોને બીક હતી.જેથી હત્યારી હેતલે હત્યા કરી હોવાનું સાસુને કહ્યા બાદ તાત્કાલિક દિપકને એલજી હોસ્પિટલ લઇ જવાયો હતો .જ્યાં ડોક્ટરને દિપકના પરિવારજનોએ દારૂ પીધો હોવાથી ગભરામણ થતાં બેભાન થઇ ગયો હોવાનું કહ્યું હતું.તો આ મામલે અમરાઇવાડી પોલીસને જાણ કરાતા પરિવાર વિખેરાઇ જવાની બીકે દિપકની માતાએ પોલીસ સમક્ષ ખોટી કેફિયત વર્ણવી હતી.પણ બાદમાં લાશનું પોસ્ટમોર્ટમ કરાતા હત્યા થઇ હોવાનું સામે આવતા પોલીસે મૃતક દિપકની માતાની તેની જ પુત્રવધુ સામે ફરિયાદ નોંધી આરોપી હેતલની ધરપકડ કરી છે..મૃતક દિપક છેલ્લા ઘણા સમયથી દારૂની લતે ચઢી ગયો હતો.અને દારૂ પી અવાર નવાર પત્ની હેતલને ત્રાસ આપતો અને માર પણ મારતો હતો…પરિવારજનોએ અનેક વાર સમજાવ્યો હોવા છતાંય દિપક સમજતો ન હતો અને અંતે તેની પત્નીના હાથે જ તેને મોત મળ્યું.એક બાદ એક થયેલી હત્યામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.પણ શહેરમાં બનેલા ગંભીર બનાવોથી પોલીસની હાજરી અને કામગિરી પર ચોક્કસ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.ત્યારે આગામી દિવસોમાં આ ગુનેગારો પર અંકુશ મેળવવામાં પોલીસ કેટલી ઉંડી ઉતરે છે તે જોવાનું રહેશે.
આપણ વાંચો- ઓડદરથી છાયા સુધી સાવજનું સામ્રાજ્ય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject