Download Apps
Home » દેશભરમાં દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી, વાંચો અહેવાલ

દેશભરમાં દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી, વાંચો અહેવાલ

નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના પૂજા-અર્ચના તથા ઉપાસનામય રહેવાથી મનમાંથી આસુરી શક્તિઓનો નાશ થાય છે. અને અટલે જ આસુરી શક્તિઓનો પર વિજય મેળવવાનું પર્વ એટલે જ દશેરા- પાપ, પૂણ્ય અને દૂરાચર પર વિજય મેળવવાનું પર્વ એટલે જ દશેરા.દશેરાના પર્વ અમદાવાદ સહિત સમગ્ર રાષ્ટ્રમાં ઉજવવામાં આવી રહ્યો છે. ભારે ધામધૂમથી ઉજવાતા આ પર્વનું કેન્દ્રબિંદુ છે. રાવણ-દહન.એમ કહેવાય છે કે રાજા રામે દશેરાના દિવસે અભિમાની લંકાપતિ રાવણના વધ કરી વિજય મેળવ્યો હતો. સમગ્ર દેવલોક તથા ભૂલોકમાં ત્રાસ વર્તાવનારા મહિસાસૂરના નામના રાક્ષસનો પણ આ જ દિવસે વધ કરાયો હતો.

ગોંડલમાં વિજયાદશમીના રોજ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા રાવણ દહનનું અયોજન કોલેજચોક સંગ્રામસિંહજી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકના હસ્તે 51 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું હતું.કોલેજચોક સંગ્રામસિંહજી ગ્રાઉન્ડમાં જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.નાના બાળકો થી લઈ મોટી ઉમરના લોકો રાવણદહન જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મહંત ધનશ્યામદાસ મહારાજ (રાજપીપળા) આનંદ સ્વામી મહારાજ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા,નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા,માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા,વા.ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા,નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા,ઉપપ્રમુખ ના પ્રતિનિધિ જયંતીભાઈ સાટોડીયા,કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા,પૂર્વ કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા,એશિયાટિક કોલેજના ચેરમેન ગોપાલભાઈ ભુવા,જીગરભાઈ સાટોડીયા,ટીનુભા ઝાલા,શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા,બ્રિજરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ મુકેશભાઈ ભાલાળા,જિલ્લા અધ્યક્ષ હિરેનભાઈ ડાભી,જિલ્લા અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ રાજાણી,મહામંત્રી યોગેન્દ્રભાઈ જોશી,બજરંગ દળ ના પ્રમુખ મિલનભાઈ ડાભી,સાગરભાઈ કાચા,રવિભાઈ રામાણી, પાર્થભાઈ પરમાર,હિતેશભાઈ શીંગાળા,નિર્મળસિંહ ઝાલા,પ્રતિકભાઈ રાઠોડ,રમેશભાઈ મેહતા સહિતના કાર્યકરો દ્વાર જહેમત ઉઠાવામાં આવી હતી

ડભોઇ નગરમાં આજે દશેરાની ધાર્મિક વાતાવરણમાં ઉત્સાહભેર નગરજનોએ ઉજવણી કરી હતી.નવ દિવસ સુધી નગરજનો ઉપર શેરી ગરબા મહોત્સવ છવાયેલ રહ્યો હતો.પૂર્ણ પુરુષોત્તમ રામચંદ્રજીએ રાવણ ઉપર અને છત્રપતિ શિવાજીએ ઔરંગઝેબે ઉપર વિજય મેળવવા આજના એટલે કે વિજયા દશમીના દિને પ્રારંભ કર્યો હતો.હિંદુ સંસ્કૃતિ શોર્ય અને વીરતાની પૂજક છે.સમાજમાં વીરતા પ્રગટે એ માટે વિજયાદશમીના તહેવારની ઉજવણી કરાતી હોવાની પણ એક માન્યતા છે.આજરોજ ડભોઈ હીરાભાગોળ કિલ્લામાં આવેલ ગઢભવાની માતાજીના મંદિર ખાતે નગરજનો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.વહેલી સવારના ગઢ ભવાની માતાજીના શિખર ઉપર આવેલી ધજા બદલવાની હોવાથી એની ધાર્મિક વિધિ શ્રદ્ધાળુઓ દ્વારા કરી ધજા બદલવામાં આવી હતી.વર્ષમાં બે જ વાર ધજા બદલવામાં આવે છે.આના પહેલા ચૈત્રી આઠમે ધજા બદલવામાં આવી હતી.ત્યાર બાદ આજરોજ વિજયાદશમીના દિવસે ધજા બદલી વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધાર્મિક વિધિ સાથે નવી ધજા ચઢાવવામાં આવી હતી.વહેલી સવારના દરેક પ્રકારના વાહનોની પ્રજાજનો દ્વારા પૂજા કરવામાં આવી હતી.આજરોજ ફૂલો તથા ફૂલ હારનું ભારે વેચાણ થયું હતું ફૂલોનો વ્યવસાય કરતા લોકો માટે આજનો દિવસ લાભપ્રદ રહ્યો હતો.આજરોજ ફાફડા અને જલેબી ના વેપારીઓ દ્વારા વધારાના કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા હતા.નગરજનો ફાફડા,જલેબી, ચોળાફળી વિગેરે વાનગીઓ ખરીદતા જોવા મળ્યા હતા.ઓટોમોબાઇલનાં શોરૂમ ઉપર આજે લોકો નવા વાહનોની ડિલીવરી લેવા માટેનો ધસારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો – વિજયાદશમી પર્વની પરંપરા ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન કરાયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
By VIMAL PRAJAPATI
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
By Hardik Shah
Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ
Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ
By VIMAL PRAJAPATI
ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ!
ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ!
By Harsh Bhatt
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
By Harsh Bhatt
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
By Hiren Dave
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ! આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!