Home » MEHSANA : ફિલ્મી સ્ટોરી જેવી છે આ લૂંટની સ્ટોરી, સાડા ચાર વર્ષ પહેલા UP ની જેલમાં બન્યો હતો મહેસાણાની આ લૂંટનો પ્લાન

MEHSANA : ફિલ્મી સ્ટોરી જેવી છે આ લૂંટની સ્ટોરી, સાડા ચાર વર્ષ પહેલા UP ની જેલમાં બન્યો હતો મહેસાણાની આ લૂંટનો પ્લાન

અહેવાલ – મુકેશ જોશી 
શું તમારી સોસાયટી મહોલ્લા પોળ માં અજાણ્યા ફેરિયા ઘૂસી જાય છે ? તો ચેતી જજો આ અજાણ્યા પરદેશી ફેરિયાઓ તમારું ધન લૂંટી લેવાની ફિરાકમાં ના હોય છે. મહેસાણાના જોટાણામાં એક પરિવારને ધોળે દહાડે બંધક બનાવી બંદૂક બતાવી લાખોની લૂંટ કરવાની તપાસમાં મહેસાણા પોલીસને લૂંટારૂની આ એમ.ઓ. સામે આવી છે કે, જેમાં ફેરિયા બની પહેલા રેકી કરી અને બાદમાં કરી લાખોની લૂંટ. ત્રણ માસ પહેલા થયેલી લૂંટના 3 આરોપીઓ ઝડપાયા ત્યારે ખબર પડી કે છેલ્લા કેટલા વર્ષથી આ લૂંટારૂ રેકી કરીને કેટલીય વાર લૂંટનો પ્રયત્ન પણ કરી ચૂક્યા છે. શું છે સમગ્ર ઘટના જુઓ અહેવાલમાં
મહેસાણાના જોટાણામાં ત્રણ માસ પહેલા થયેલી લાખોની લૂંટનો ભેદ મહેસાણા પોલીસે ઉકેલી નાખ્યો છે. માત્ર ભેદ ઉકેલી નાખ્યો છે તેમના કહેવાય પણ ભેદ ઉકેલવા પાછળ 400 CCTV તપાસ્યા, 6 જિલ્લામાં તપાસ કરી, ઉત્તર પ્રદેશ,  દિલ્હી , મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં તપાસ કરી અને ભેદ ઉકેલ્યો એમ કહેવું યોગ્ય રહેશે. મહેસાણાના જોટાણામાં ત્રણ માસ અગાઉ તા.25.9.23 ના રોજ ધોળે દિવસે મોંઘી દાટ કિયા ગાડી લઈને આવેલા 5 લૂંટારૂ એ એવી રીતે લૂંટ ચલાવી કે કોઈ પણ સાંભળીને હચમચી જાય.
Image preview
જોટાણામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરે ત્રણ માસ અગાઉ લૂંટની ઘટના બની હતી. જેમના ઘરમાં તેમની પત્ની, માતા, વૃદ્ધ માજી અને બે બાળકો હાજર હતા. તેવામાં કિયા ગાડી લઈને બંદૂક અને છરી સાથે ઘરમાં 5 લૂંટારૂ ઘૂસી ગયા હતા. અને બંધક બનાવી ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 44.92 લાખની મત્તા ની લૂંટ ચલાવી હતી. જે ઘટના બાદ પરિવાર પણ જાણે આઘાતમાં સરી ગયો હતો. કારણ કે મહિલાઓ અને વૃદ્ધ માજીને પણ બંધક બનાવી બાળકોને રૂમમાં પૂરી દઈ બંદૂક બતાવી લૂંટ ચલાવાઇ હતી. લૂંટ બાદ ફરાર થયેલા આરોપીઓને પકડવા મહેસાણા પોલીસે ત્રણ માસમાં રાત દિવસ એક કરી દિધો અને આખરે 3 આરોપીઓને ધરદબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે .
આ તો જાણ્યું કે લૂંટ કેવી રીતે બની પણ હવે જાણીએ – લૂંટ માં કોણ કોણ સામેલ હતું ?,  લૂંટ કેવી રીતે કરાઈ ?,  લૂંટ ઉકેલવામાં પોલીસે શું કામગીરી કરી અને લૂંટનો ભેદ કેવી રીતે ઉકેલાયો ?
સૌ પ્રથમ જોઈએ કે લૂંટ માં કોણ કોણ સામેલ હતું અને લૂંટારૂ ક્યાંના હતા ? 
Image preview
કુલ 8 આરોપીઓ એ લૂંટ ચલાવી હતી જેમાંથી ધરપકડ થયેલ 3 આરોપી સોહેલઅલી ઉર્ફે ડોકટર, રહે.ઉત્તર પ્રદેશ
વાજિદ ઉર્ફે ભૂરો, રહે. મુજફર નગર જમશેદઅલી ઉર્ફે હાજી, રહે.યુપી- ફરાર આરોપીઓમાં સાનું ઉર્ફે મુલ્લાં, રહે. યુપી
ફરમાન કુરેશી મજીદ કાલ્વા કુરેશી, રહે. યુપી અન્ય બે પહેલવાન નામથી ઓળખતા માણસો.
 લૂંટ કેવી રીતે થઇ ?
Image preview
આરોપીઓએ લૂંટનો પ્લાન એક બે દિવસ નહિ પણ  થોડા વર્ષો અગાઉથી બનાવી દિધો હતો. અને છૂટક કપડા વેચતા ફેરિયા બની જોટાણામાં રેકી શરૂ કરી દીધી હતી. લૂંટ માટે પાલનપુરમાં ભાડે મકાન રાખી રહેતા હતા. પકડાયેલ જમશેદઅલી 12 વર્ષથી ચામડાના વેપાર સાથે સંકળાયેલો હતો. નંદાસણ અને જોટાણા માં ચામડાના વેપાર માટે પણ આવતો હતો. ફરિયાદીના પરિવાર પણ ચામડાના વેપાર સાથે સંકળાયેલ હોઈ ફરિયાદી પરિવારની તમામ દિનચર્યા અને પરિવારના સભ્યોને જાણતો હતો, જમશેદઅલી. જમશેદઅલી એ ત્રણ માસ પહેલા નહિ પણ સાડા ચાર વર્ષ અગાઉ લૂંટનો પ્લાન બનાવી યુ.પી. થી માણસો બોલાવી લૂંટનો પ્રયાસ કરેલો પણ લૂંટ માટે સામાન પૂરો નહિ હોવાથી લૂંટને અંજામ આપી શકેલ નહિ.
ત્યાર બાદ તેની સાથે સંકળાયેલ શાનું ઉર્ફે મુલ્લો સાથે યુપી જેલમાં જતા ત્રણ વર્ષ જેલમાં  ફરીથી શાનું અને જમશેદઅલી એ લૂંટનો અધૂરો પ્લાન પુરો કરવાનું નક્કી કર્યું. જેલમાં સોહેલ અલી, કપડાની ફેરી કરતો વાજિદ સહિતના માણસોએ યુપીની જેલમાં જોટાણાની લૂંટનો પ્લાન બનાવી દિધો. અને ત્રણ માસ અગાઉ કરેલ લૂંટ પહેલાના દોઢ મહિના પહેલા પાલનપુર આવી ગયા હતા. જ્યાંથી સ્વિફ્ટ કાર લઈને જોટાણા બીજી વાર લૂંટ કરવા આવેલા. જ્યાં સ્વિફ્ટ કારના ડ્રાઈવરે ના પાડતા લૂંટને અંજામ આપ્યા વગર પાછા ગયેલા. ફરીથી પાલનપુર રોકાઈ અને બંદૂક સહિતના હથિયારોની વ્યવસ્થા કરી કિયા સેલ્ટોસ કાર લઈને જોટાણા પહોંચી આખરે લૂંટ ને અંજામ આપ્યો હતો.
લૂંટ ઉકેલવામાં પોલીસે શું કામગીરી કરી ? 
લૂંટ ઉકેલવા મહેસાણા એલસીબી પોલીસ સહિત 4 ટીમો બનાવાઇ હતી. લૂંટના મૂળ સુધી પહોંચવા લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ કિયા ગાડી કામ લાગી હતી. કાર સોધવા અલગ અલગ આરટીઓની તપાસ કરાઈ, કિયા કંપનીમાં તપાસ કરાઈ, ઉત્તર ગુજરાતમાં 400 જેટલા સીસીટીવી ફંફોસ્યા, અન્ય જિલ્લામાં આવી પ્રકારની લૂંટ બની હોય તેના આરોપીઓની તપાસ કરાઈ, ગુનામાં આંતરરાજ્ય ગેંગ સંકળાયેલ જણાતા ઉત્તર પ્રદેશ, યુપી, રાજસ્થાન અને દિલ્હીના બાતમીદારોની મદદ લેવાઇ, લૂંટમાં વપરાયેલ ગાડીની લોનના હપ્તા ચડેલા અને ઓવર ડ્યું થઈ હોવાની તપાસમાં માલુમ પડ્યું. જેની બેંક પાસેથી માહિતી મેળવવામાં આવી. ટોલ ટેક્ષ પરથી માહિતી મેળવાઈ. જિલ્લામાં બીજા રાજ્યના લોકો રોકાયેલા હોય તેવી તમામ  ગેસ્ટ હાઉસો માંથી વિગતો મંગાવાઈ. અને પોલીસના નેત્રમ સીસીટીવી માં કિયા ગાડી પાલનપુર હોવાનુ માલૂમ પડેલું. જ્યાંથી આ 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા.
આમ, પોલીસે ધોળે દિવસે લૂંટનો ભેદ ઉકેલવા રાત દિવસ એક કરી લૂંટનો ભેદ ઉકેલ્યો. કારણ કે લૂંટ બાદ આરોપીઓ નહિ પકડાતા રાજકીય દબાણ પણ વધી ગયું હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું. તો બીજી તરફ લૂંટ ઉકેલવા પોલીસે મહેનત કરીને 3 આરોપીઓ પકડી પાડ્યા છે. પણ હજુ 5 આરોપીઓ ફરાર છે. 44.92 લાખની મત્તા માંથી માત્ર 1.10 લાખ જ રિકવર થયા છે. એટલે હજુ પોલીસ માટે પિકચર અભી બાકી હૈ દોસ્ત… જેવી સ્થિતિ છે. હજુ બાકીના આરોપીઓ પણ પકડવાના અને લૂંટનો મુદ્દામાલ પણ…
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
By Harsh Bhatt
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
By VIMAL PRAJAPATI
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
By VIMAL PRAJAPATI
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
By Harsh Bhatt
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
By Dhruv Parmar
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
By VIMAL PRAJAPATI
Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી
Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી
By VIMAL PRAJAPATI
OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ
OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે! ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ? શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે? Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ