Home » વડાપ્રધાન મોદીના વિશ્વાસુ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હવે નવસારીથી ચૂંટણીના મેદાનમાં

વડાપ્રધાન મોદીના વિશ્વાસુ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હવે નવસારીથી ચૂંટણીના મેદાનમાં

ભતરતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતની 15 લોકસભા સીટ માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું નામ પણ શામેલ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નવસારીથી ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરવાના છે. ત્યારે ચાલો જાણીએ તેમની રાજનૈતિક સફર કેવી રહી છે….

વડાપ્રધાન મોદીના વિશ્વાસુ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ સી.આર.પાટીલનો જન્મ એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે થયો હતો. તેમનું સ્કૂલિંગ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળે થયું હતું. છેલ્લે સુરતની ITI માં અભ્યાસ કર્યો. વર્ષ 1975માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા. સરકારી નોકરીમાં એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહીં. તેમજ પોલીસકર્મીઓના પ્રશ્નો પણ ઉઠાવતું નહીં .

જ્યારે સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વિઝાયો

આ મુદ્દો લઈને સી.આર.પાટીલે 1984મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહીં અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વિઝાયો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને એમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલે સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. ત્યાર બાદ તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા હતા.

1989 માં સી. આર પાટીલની રાજકીય આલમમાં એન્ટ્રી 

1989 માં સી. આર પાટીલની રાજકીય આલમમાં એન્ટ્રી થઈ હતી. સામાજિક કાર્યોને પગલે સરળતાથી લોકચાહના મેળવી થવાતા ગયા હતા. અનેક સંસ્થાઓના વિવિધ પદો પર કામગીરી કરી આગળ ધપતા ગયા હતા. 1989માં તેઓ રાજકારણમાં આવી ગયા હતા અને સુરતમાં કાશીરામ રાણા સાથે કામ કરતા રહ્યા હતા. ભાજપનો ઉદય થવાની તે શરૂઆત હતી. ભાજપની સરકાર આવી ત્યાર પછી 1995થી 1997 સુધી તેઓ જીઆઈડીસી (ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન)ના ચૅરમૅન બન્યા હતા. 1998થી 2000 જીએસીએલના ચૅરમૅન હતા. સુરતના અને ગુજરાતના કારખાનેદારો અને ઉદ્યોગપતિઓ સાથે ઘરોબો આ રીતે જૂનો છે. એક સારા ફંડ મૅનેજર તરીકે પણ તેઓ પક્ષમાં હંમેશાં જાણીતા રહ્યા છે. સુરત ભાજપના કોષાધ્યક્ષ તરીકે પણ પાંચ વર્ષ રહી ચૂક્યા છે.સુરત હોય કે નવસારીનો વિસ્તાર કોઈપણ પ્રશ્ન માટે તેઓ સદા અગ્રેસર હોય છે. ગુજરાત ભાજપની અનેક યોજનાઓને આ વિસ્તારમાં આગળ ધપાવવામાં સિંહફાળો આપે છે.

2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા

2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2014માં પણ ફરી આ જ બેઠક પર જંગી મતે વિજયી બની આ બેઠક ભાજપને જ અપાવી હતી. ત્યારબાદ 2019માં લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં પ્રથમ હતો. પોતાની ઓફિસમાં ISO લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.

ઉદ્યોગપતિઓ સાથે કામ કરવામાંથી કદાચ તેઓ મૅનેજમૅન્ટ પણ શીખ્યા છે. તેઓ પોતે પણ સારા ઉદ્યોગપતિ બન્યા છે. તેમનું સાંસદ તરીકેનું કાર્યાલય કૉર્પોરેટ ઑફિસની જેમ ચાલે છે અને કોઈ કંપનીને મળે તેવી રીતનું આઈએસઓ સર્ટિફિકેટ મળેલું છે. દરેક મુલાકાતીની નોંધ થાય છે, ફરિયાદની નોંધ થાય છે, તેનું ટ્રેકિંગ થાય છે. સાંસદ તરીકેની સક્રિયતા બદલ તેમને કેટલાંક મૅગેઝિનોમાં સારું રેન્કિંગ પણ મળ્યું હતું. એક તરફ બહુ રફ અને ટફ ઇમેજ, અને સામેની બાજુએ કૉર્પોરેટ મૅનેજમૅન્ટ અને રાજકીય નેતા તરીકેની સંગઠનની કુશળતા, વહીવટી ક્ષમતા તેમના વ્યક્તિત્વના વિરોધાભાસ પણ દર્શાવે છે.

નવસારીના સાંસદ સી.આર. પાટીલને ઇલેકશન સ્પેશ્યલિસ્ટ એટલા માટે માનવામાં આવે છે કેમકે તેઓ કપરા સંજોગોમાં ભાજપાના ઉમેદવારો કેવી રીતે જીતી શકે તેનું માઇક્રો પ્લાનિંગ કરે છે અને એ રીતે પ્રચાર-પ્રસારની વ્યૂહરચના ઘડી કાઢે છે. કોઇપણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓમાં સ્ટ્રેટેજી મેકર તરીકે તેમનો સેન્સ લેવામાં આવી રહ્યો છે. સામાન્ય પરિવારમાંથી આવીને જાતમહેનતથી સફળતા મેળવનારા પાટીલ કાર્યકરોને સતત એક જ મૅસેજ આપે છે કે કામ કરનારાને ટિકિટ મળશે, કોઈની ભલામણથી કામ ચાલશે નહીં.

ગુજરાતમાંથી કોને કોને મળી ટિકિટ 

  1. કચ્છથી વિનોદ ચાવડાને રિપીટ કરાયા
  2. બનાસકાંઠાથી ડૉ.રેખાબેન ચૌધરીને ટિકિટ
  3. પાટણથી ભરતસિંહ ડાભીને રિપીટ કરાયા
  4. ગાંધીનગરથી અમિતભાઈ શાહ લડશે ચૂંટણી
  5. અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા લડશે
  6. રાજકોટથી પરષોત્તમભાઈ રૂપાલા લડશે
  7. પોરબંદર મનસુખભાઈ માંડવિયા લડશે ચૂંટણી
  8. જામનગરથી પૂનમબેન માડમને રિપીટ કરાયા
  9. આણંદથી મિતેષભાઈ પટેલને રિપીટ કરાયા
  10. ખેડાથી દેવુસિંહ ચૌહાણને રિપીટ કરાયા
  11. પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ લડશે ચૂંટણી
  12. દાહોદ જશવંતસિંહ ભાભોર રિપીટ કરાયા
  13. ભરૂચથી મનસુખ વસાવાને રિપીટી કરાયા
  14. બારડોલીથી પ્રભુભાઈ વસાવા ભાજપ ઉમેદવાર
  15. નવસારીથી સી.આર.પાટીલને રિપીટ કરાયા

આ પણ વાંચો — BJP Candidates List 2024 : ભાજપે 195 ઉમેદવારોની યાદીમાં એક માત્ર મુસ્લિમને આપી ટિકિટ

આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
By Harsh Bhatt
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
By Hiren Dave
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
By Harsh Bhatt
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
By VIMAL PRAJAPATI
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
By VIMAL PRAJAPATI
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
By Harsh Bhatt
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
By Dhruv Parmar
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે! ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ? શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?