Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

12 લાખ કરોડના ગોટાળાવાળાને કોણ વોટ આપે એટલે તેમણે નામ બદલી નાખ્યું : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે (Amit Shah) આજે પોતાના વતન માણસા ખાતે વિવિધ કાર્યક્રમોમાં આપી કરોડો રુપિયાના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે  APMC માણસા થી રાંધેજા ફોરલેન રોડ ના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત  માણસા સબ્રજિસ્ટ્રાર...
12 લાખ કરોડના ગોટાળાવાળાને કોણ વોટ આપે એટલે તેમણે નામ બદલી નાખ્યું   અમિત શાહ
Advertisement
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે (Amit Shah) આજે પોતાના વતન માણસા ખાતે વિવિધ કાર્યક્રમોમાં આપી કરોડો રુપિયાના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે  APMC માણસા થી રાંધેજા ફોરલેન રોડ ના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત  માણસા સબ્રજિસ્ટ્રાર કચેરીનું પણ લોકાર્પણ કર્યું હતું.અમિત શાહે  માણસા ખાતે આવેલ ચંદ્રાસર તળાવના બ્યુટીફિક્શન ના કામની સમીક્ષા કરી હતી.
રાંધેજા સાર્વજનિક હોસ્પિટલના નવ નિર્મિત ભવનનું ભૂમિ પૂજન
અમિત શાહે માણસા ખાતે પોતાના કુળદેવી માતાના દર્શન કરી મંદિર નજીક શરૂ કરાયેલ અન્નક્ષેત્ર ની મુલાકાત લીધી હતી તથા માણસા ખાતે આવેલ સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનમાં કરવામાં આવેલ સભાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. માણસા ખાતેનાં કાર્યક્રમો પૂર્ણ કરી અમિત શાહે ગાંધીનગરના રાંધેજા અને સરઢવ ગામે આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે રાંધેજા ખાતે રાંધેજા સાર્વજનિક હોસ્પિટલના નવ નિર્મિત ભવનનું ભૂમિ પૂજન કર્યું હતું.
વિપક્ષ પર આકરા પ્રહાર
માણસામાં યોજાયેલા કાર્યક્રમમાં અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કરીને કહ્યું હતું કે આ ભ્રષ્ટાચાર આચરનારા લોકો નામ બદલીને ફરી આવ્યા છે અને જૂની બોટલ અને નવો દારુ છે. તમે છેતરાતા નહીં. તેમણે આરોપ લગાવ્યો કે 12 લાખ કરોડના ગોટાળાવાળાને કોણ વોટ આપે એટલે તેમણે નામ બદલી નાખ્યું છે. તેમણે કહ્યું કે માણસામાં એવા વિકાસના કામો થશે કે 100 વર્ષ પછી પણ લોકો યાદ રાખશે.
Tags :
Advertisement

.

×