Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Odisha : ફ્લાયઓવર પરથી બસ ખાબકતાં 5 લોકોના મોત, 38થી વધુ ઈજાગ્રસ્ત

ઓડિશા (Odisha) ના જાજપુરમાં મોટી બસ દુર્ઘટના (Bus Accident) થઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, અહીં આવેલા NH-16 પરના ફ્લાયઓવર (Flyover) પરથી બસ ખાબકતા 5 લોકોના મોત થયા છે. આ સિવાય આ દુર્ઘટનામાં 38 જેટલા લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા છે....
odisha   ફ્લાયઓવર પરથી બસ ખાબકતાં 5 લોકોના મોત  38થી વધુ ઈજાગ્રસ્ત
Advertisement

ઓડિશા (Odisha) ના જાજપુરમાં મોટી બસ દુર્ઘટના (Bus Accident) થઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, અહીં આવેલા NH-16 પરના ફ્લાયઓવર (Flyover) પરથી બસ ખાબકતા 5 લોકોના મોત થયા છે. આ સિવાય આ દુર્ઘટનામાં 38 જેટલા લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા છે. મળતી માહિતી અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત થયેલી બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. આ ભયનાક અકસ્માત (Terrible Accident) રાત્રે લગભગ 9 લાગ્યે થયો હતો.

  • ઓડિશાના જાજપુરમાં મોટી બસ દુર્ઘટના
  • ફ્લાયઓવર પરથી બસ ખાબકતાં 5ના મોત
  • 38થી વધુ ઘાયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • જાજપુરના બારાબતી પુલ પર દુર્ઘટના સર્જાઈ
  • પુરીથી કોલકાત્તા જઈ રહી હતી ખાનગી બસ

Odisha માં બસ દુર્ઘટનામાં 5 લોકોના મોત

50 જેટલા મુસાફરોને લઇને જઇ રહેલી બસ પુરીથી કોલકાતા જઈ રહી હતી. અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જેમા ચાર પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. આ ભયાનક અકસ્માતમાં લગભગ 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોએ બચાવમાં મદદ કરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધર્મશાળા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી 30 લોકોને કટક એસસીબી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતા. મુખ્યમંત્રી નવીન પટનાયકે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને 3 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી.

Advertisement

Advertisement

લગભગ 40 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા : પોલીસ

માહિતી આપતા પોલીસે જણાવ્યું કે નેશનલ હાઈવે-16ના બારાબતી બ્રિજ પર રાત્રે લગભગ 9 વાગે આ અકસ્માત થયો જ્યારે 50 મુસાફરો સાથેની બસ પુરીથી કોલકાતા જઈ રહી હતી. ધર્મશાલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર તપન કુમાર નાઈકે જણાવ્યું હતું કે, “દુર્ઘટનામાં ચાર પુરુષ અને એક મહિલાના મોત થયા છે. તેમણે જણાવ્યું હતું કે, લગભગ 40 લોકો ઘાયલ છે અને તેમાંથી 30ને કટક એસસીબી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ સિવાય તેમણે કહ્યું કે, અકસ્માત સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો - Sikar Accident: રાજસ્થાનમાં થયો ભીષણ અકસ્માત, બન્ને વાહનોમાં આગ લાગતા 7 લોકો થયા ભડથું

આ પણ વાંચો - Madhya Pradesh : 160 ફૂટ ઉંડા બોરવેલમાં ફસાયેલા માસૂમનું મોત, Rewa માં 45 કલાક સુધી ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન

Tags :
Advertisement

.

×