Download Apps
Home » SRH vs MI : હાર્દિકનો છૂટ્યો પરસેવો, મેચમાં રોહિતને સંભાળવી પડી ટીમની કમાન

SRH vs MI : હાર્દિકનો છૂટ્યો પરસેવો, મેચમાં રોહિતને સંભાળવી પડી ટીમની કમાન

SRH vs MI : હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ (Sunrisers Hyderabad and Mumbai Indians) વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ જેણે પણ લાઈવ (Live) જોઇ તેણે ફૂલ ઈન્જોય કર્યો જ હશે. મેચમાં એક સમયે એવું લાગી રહ્યું હતું કે જાણે હૈદરાબાદની ટીમ (Hyderabad’s Team) ના બેટ્સમેનો કોઇ ચીજનો બદલો લેવા મેદાને ઉતર્યા છે. એક પછી એક બેટ્સમેનો (Batsman) એ સિક્સર ફટકારી બોલને બાઉન્ડ્રીની બહાર મોકલવાનું શરૂ કર્યું. બોલરોની ઘુલાઈ કરવાની શરૂઆત હૈદરાબાદના ટ્રેવિસ હેડે (Travis Head) એ કરી જ્યારે અંતમાં હેનરિક ક્લાસેને (Heinrich Klaasen) મેદાનમાં પોતાનો ક્લાસ બતાવ્યો હતો. મુંબઈની ટીમના બોલરો એવા ધોવાયા કે ટીમની કમાન રોહિત શર્મા (Rohit Sharma) એ સંભાળવી પડી હતી.

ચાલુ મેચમાં મુંબઈનો બદલાયો કેપ્ટન !

સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ (Sunrisers Hyderabad and Mumbai Indians) ની મેચમાં બંને ટીમો તેમની પ્રથમ જીતની શોધ કરી રહી હતી અને અંતે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) માટે આ શોધ પૂર્ણ થઈ કારણ કે તેણે હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ને 31 રનથી હરાવ્યું. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન (Mumbai Indians’s Captain) હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ પછી સનરાઈઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. જ્યારે MIની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 246 રન બનાવ્યા હતા. IPL 2024 સીઝનમાં સતત બીજી મેચમાં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા (Hardik Pandya) સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો. આ મેચ દરમિયાન જ્યારે હાર્દિક પંડ્યા (Hardik Pandya) કંઈ સમજી શક્યો નહી ત્યારે તેણે ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ની મદદ લીધી હતી, ત્યારબાદ હિટમેને જવાબદારી લીધી અને ફિલ્ડિંગ સેટ (set the fielding) કરી.

રોહિતે હાર્દિક પંડ્યાને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરવા મોકલ્યો

આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી, ત્યારબાદ તેણે આક્રમક રીતે રન બનાવ્યા અને માત્ર 11 ઓવરમાં સ્કોર 160 રન સુધી પહોંચાડ્યો. આ દરમિયાન હાર્દિક ખૂબ જ પરેશાન જોવા મળ્યો હતો, ત્યારબાદ તે રોહિત શર્માની સલાહ લેવા ગયો, જેણે તેને પહેલા બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરવા મોકલ્યો અને ત્યારબાદ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની ઇનિંગ દરમિયાન રોહિત સતત ફિલ્ડિંગ પોઝીશન સેટ કરતો જોવા મળ્યો હતો. આ મેચનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત હાર્દિક પંડ્યાને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરવા મોકલી રહ્યો છે. જણાવી દઈએ કે આ પહેલા ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન હાર્દિકે રોહિતને ફિલ્ડિંગ બાઉન્ડ્રી પર મોકલ્યો હતો, ત્યારબાદ ફેન્સે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કર્યો હતો.

આ પણ વાંચો – SRH Vs MI : હૈદરાબાદની શાનદાર જીત, મુંબઇને 31 રને હરાવ્યું

આ પણ વાંચો – SRH vs Mi : IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર,આ ટીમનો તોડ્યો રેકોર્ડ

આ પણ વાંચો – CSK vs GT : શુભમન ગિલે એવું શું કર્યું કે લાગ્યો રૂપિયા 12 લાખનો દંડ ?

BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
By VIMAL PRAJAPATI
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
By Harsh Bhatt
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
By Dhruv Parmar
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
By VIMAL PRAJAPATI
Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી
Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી
By VIMAL PRAJAPATI
OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ
OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી
શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી
By Dhruv Parmar
Pooja Bhalekar : પૂજા ભાલેકરે બ્લેક બિકીનીમાં પુલમાં લગાવી આગ
Pooja Bhalekar : પૂજા ભાલેકરે બ્લેક બિકીનીમાં પુલમાં લગાવી આગ
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ? શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે? Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી Pooja Bhalekar : પૂજા ભાલેકરે બ્લેક બિકીનીમાં પુલમાં લગાવી આગ