Home » કરીના કપૂરે તૈમૂર-જેહ અલી ખાન પર વહાલ વરસાવ્યો, શિલ્પાના બાળકોએ કર્યો મમ્મીને મેકઅપ
કરીના કપૂરે તૈમૂર-જેહ અલી ખાન પર વહાલ વરસાવ્યો, શિલ્પાના બાળકોએ કર્યો મમ્મીને મેકઅપ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
104
આજના દિવસે દરેક વ્યક્તિ હંમેશા તેમની માતાને ખાસ ગર્વ અનુભવે તેવું ઇચ્છે છે, તો બોલિવૂડ સેલેબ્સ મધર્સ ડેના ખાસ અવસર પર કેવી રીતે પાછળ રહી શકે. વિકી કૌશલ – કેટરિના કૈફથી લઈને આલિયા ભટ્ટ, સંજય દત્ત, અનુપમ ખેર સુધી, ઘણા સેલેબ્સે ઈન્સ્ટાગ્રામ પર મધર્સ ડે સ્પેશિયલ પોસ્ટ કર્યા છે.
આ દરમિયાન કરીના કપૂર ખાન અને શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ પણ પોતાના બાળકો માટે એક ખાસ પોસ્ટ બનાવી છે. કરીના અને શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર બાળકો સાથેની તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.શું છે કરીના કપૂર ખાનની ઇન્સ્ટા પોસ્ટ
‘બેબો’ની મજબૂત ફેન ફોલોઈંગ છે અને તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. કરીના કપૂરે મધર્સ ડેના પર પુત્રો તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન સાથે પોતાની એક સુંદર તસવીર શેર કરી હતી. આ તસવીરમાં કરીના બંને બાળકો સાથે પૂલમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં ત્રણેય ખૂબ જ મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહ્યા છે, જ્યારે કરીના બાળકો પર પ્રેમ વરસાવી રહી છે, તો તૈમુર-જેહનું બોન્ડિંગ પણ ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું છે. તસવીર શેર કરતાં કરીનાએ કેપ્શનમાં લખ્યું- ‘મારા જીવન અને શ્વાસ… હેપ્પી મધર્સ ડે.’
શું છે શિલ્પા શેટ્ટીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ
શિલ્પા શેટ્ટીએ મધર્સ ડે પર એક ખૂબ જ ક્યૂટ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં શિલ્પા તેના બે બાળકો વિયાન અને સમિષા સાથે મેકઅપ રૂમમાં જોવા મળી રહી છે. માત્ર વિયાન જ નહીં પરંતુ નાની સમિષા પણ માતા શિલ્પાનો મેક-અપ કરતી જોવા મળે છે. વીડિયોમાં શિલ્પા પણ સમિષા સાથે ખૂબ જ ક્યૂટ અંદાજમાં વાત કરતી જોવા મળે છે. આ વીડિયોની સાથેના કેપ્શનમાં શિલ્પાએ લખ્યું, ‘(હેપ્પી બેબી, હેપ્પી મધર) હું દરરોજ માતા તરીકે ઉજવણી કરું છું. ‘દરેક મા, મોમ, મમ્મા, આઇ, અમ્મા, બેબી, માંજી, અમ્મી અને મમ્મીને મારી સલામ.. જેઓ દિવસ-રાત કામ કરે છે અને પોતાના બાળકોને સારું જીવન આપવાનો પ્રયાસ કરે છે.’
આજના મધર્સ ડેના ખાસ અવસર પર અન્ય ઘણા સેલેબ્સે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. બોલિવૂડ સેલેબ્સની આ યાદીમાં આલિયા ભટ્ટ, વિકી કૌશલ, કેટરિના કૈફ, સંજય દત્ત, ભૂમિ પેડનેકર, રકુલ પ્રીત, અનુપમ ખેર સહિતના ઘણા સ્ટાર્સ સામેલ છે. ચાહકો આ તમામ સેલેબ્સના ફોટા અને વીડિયોને પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં પ્રેમ વરસાવી રહ્યા છે. નોંધનીય છે કે સેલેબ્સ ઘણીવાર તેમની પ્રોફેશનલ લાઈફ તેમજ પર્સનલ લાઈફ સાથે જોડાયેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર કરે છે.
શું છે આલિયા ભટ્ટની ઇન્સ્ટા પોસ્ટ
આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી શેર કરી છે. આ સેલ્ફીમાં આલિયા તેની માતા સોની રાઝદાન અને રણબીર કપૂરની માતા નીતુ કપૂર એટલે કે તેની સાસુ સાથે જોવા મળી રહી છે. તસવીરમાં આલિયા, નીતુ અને સોની ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ ફોટો જોઈને લાગે છે કે આ ફોટો આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્ન પ્રસંગનો છે. ફોટોની સાથે આલિયાએ કેપ્શનમાં લખ્યું- ‘મારી પ્રિય માતાઓ. હેપ્પી મધર્સ ડે દરરોજ,હંમેશા.’
વિકીની જેમ કેટરીનાએ પણ તેની માતા અને સાસુ સાથેની તસવીરો શેર કરી છે જે ખરેખર સુંદર છે. કેટરિના અને વિકીની માતા સાથેની બોન્ડિંગ ઘણી વખત જોવા મળે છે,. કેટરિના અને વિકીની માતા પ્રત્યેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહી છે. તો વિકી કૌશલનો માતા અને સાસુ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. વિકી કૌશલે ત્રણ તસવીરો શેર કરી છે જેમાં તે તેની માતાની સાથે સાથે તેની સાસુ સાથે જોવા મળી રહ્યો છે. વિકીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. બંને માતાઓ પ્રત્યે વિકીનો પ્રેમ અને આદર દિલ જીતી રહ્યો છે.
અનુપમ ખેરે માતા સાથેનો વીડિયો શેર કર્યો
જણાવી દઈએ કે મધર્સ ડે પર અનુપમ ખેરે સોશિયલ મીડિયા અનુપમ ખેરે પણ તેમની માતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઘણા મુદ્દાઓ પર વાત કરતા જોવા મળી રહ્યાં છે.
સંજય દત્ત પોતાની માતાને યાદ કરીને ભાવુક થયો
સંજય દત્તે તેની માતા નરગીસ સાથેનો એક ફોટો શેર કરતા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘મા, તમે મને સખત મહેનત, ધૈર્ય, માનવતા, દયા અને ક્ષમા શીખવી. જે રીતે તમે મારી સાથે સરળ રીતે જીવ્યા. આભાર શબ્દ તમારા માટે ક્યારેય પૂરતો નથી, પરંતુ હું આભારી છું કે તમે મારી માતા છો.’ આજના આ ખાસ દિવસે ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીતે પણ તેમની માતા સાથેના ફોટાં શેર કર્યાં છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject