Home » ડિસેમ્બરના અંતમાં વધશે ઠંડીનું જોર, માવઠાની શક્યતાથી ખેડૂતોની ચિંતા વધી
ડિસેમ્બરના અંતમાં વધશે ઠંડીનું જોર, માવઠાની શક્યતાથી ખેડૂતોની ચિંતા વધી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
97
રાજ્યમાં આગામી અઠવાડિયામાં 25 તારીખ બાદ હાડ થીજાવતી ઠંડી પડી શકે છે. રાજ્યમાં ફરી એકવાર તાપમાનનો પારો એક થી બે ડિગ્રી જેટલો ગગડ્યો છે. સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમીને કારણે લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.22 તારીખ બાદ ઠંડીમાં ફરી વધારો નોંધાઈ શકે છે.આ બધા વચ્ચે માવઠાની પણ શક્યતા સેવાઈ રહી છે.જેને લઇને ખેડૂતોમાં ચિંતાની સ્થિતિ છે.જો કે ડિસેમ્બર મહિનાના 20 દિવસ વીતી જવા છતા હજુ જોઇએ તેવી ઠંડી અનુભવાઇ નથી.
રાજ્યમાં અલગ-અલગ શહેરોના લઘુત્તમ તાપમાન પર નજર કરીએ
નલિયા 13.8 ડિગ્રી
અમદાવાદ 16.5 ડિગ્રી
વડોદરા 17 ડિગ્રી
ગાંધીનગર 14.9 ડિગ્રી
ડીસા 14.6 ડિગ્રી
રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન 6 થી 7 ડિગ્રી નીચે નોંધવાની શક્યતા છે.આગામી દિવસોમાં કચ્છના નલિયામાં 5 ડિગ્રી આસપાસ તાપમાન નોંધવાની શક્યતા સેવાઈ રહી છે.અમદાવાદમાં પણ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં હાડ થીજાવતી ઠંડી પડી શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject