
2 ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ નિમિત્તે જામનગરના ખીજડીયા વન્યજીવ અભ્યારણને નવી રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવી છે. હરિયાણાના સુલતાનપુર નેશનલ પાર્ક ખાતે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત સરકાર વતી નિવાસી આયુક્ત આરતી કંવરે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના હસ્તે રામસર સાઈટ તરીકેનો દરજ્જો મળ્યા અંગેનું પ્રમાણપત્ર મેળવ્યું હતું.