10

રાજ્યમાં તસ્કરોને તો જાણે પોલીસનો કોઈ ડર ના હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં એક જ દિવસમાં ચોરીની બે ઘટનાઓ નોંધાઈ છે.
શહેરના બાપુનગરમાં એક્ટિવાની ડેકી ખોલીને 3 લાખ રૂપિયાની ચોરી થઈ તો બીજી બાજુ વસ્ત્રાલમાં કારમાંથી 55 હજારના મુદ્દામાલની ચોરી થઈ ગઈ હતી. જેમાં વસ્ત્રાલની ઘટનામાં ચોરોએ ચોરીની નવી MO અપનાવી હતી.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ માલવીયા વસ્ત્રાલના માધવની પોળથી કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બે શખ્સોએ નજીક આવી જણાવ્યું કે કારમાંથી ઓઇલ ટપકી રહ્યું છે જે જોવા કાર ઉભી રાખી કલ્પેશભાઈ નીચે ઉતર્યા તો આવેલા બે શખ્સોએ નજર ચૂકવીને કારમાં રાખેલુ લેપટોપ, જરૂરી કાગળ અને રોકડ રકમ સહિત કુલ 55 હજાર રૂપિયાની મત્તા સાથેની બેગ લઈને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે રામોલ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.