Download Apps
Home » હાર્દિક પટેલ ભાજપ માટે ગેમ ચેન્જર કે ગ્રહણ: ભાજપ,કોંગ્રેસ આપનું ચૂંટણી તરકટ

હાર્દિક પટેલ ભાજપ માટે ગેમ ચેન્જર કે ગ્રહણ: ભાજપ,કોંગ્રેસ આપનું ચૂંટણી તરકટ

ગુજરાતમાં ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. જેમ જેમ ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહ્યી છે. તેમ તેમ પક્ષાપક્ષી, પક્ષપલ્ટાં  અને ક્યાંક ટિકિટનો કકળાટ, ક્યાંક દુશ્મની દોસ્તી તો ક્યાંક હિંસાની રાજનિતિ સામે આવી રહ્યી છે. જો આજની મહત્ત્વની રાજકીય ચૂંટણીલક્ષી ઘટના પર નજર  કરીએ તો આજે ગુજરાતના રાજકારણાં હાર્દિક પટેલ માટે દિલિપ સાંઘાણીની નારાજગી ફરી સામે આવી છે. તો પરિવારવાદમાં કોંગ્રેસના ડૂબતી નાવનો કોણ બનશે તારણહાર તે મુદ્દે પ્રશ્નાર્થ સર્જાયો છે.
ગુજરાત કોંગ્રેસને આંદોલનનું સમર્થન
આંદોલનને ગુજરાત કોંગ્રેસનું સમર્થન મળ્યું. ગુજરાતમાં ચાલતા આંદોલનના આગેવાનને કોંગ્રેસે સુવિધા આપવાની જાહેરાત કરી છે. કર્મચારી સાથીઓના સંઘર્ષમાં કોંગ્રેસ સાથે રહેશે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરી જાણકારી આપી.
ગુજરાત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગી
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. દ્વારકા બેઠક પરથી ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાએ ટિકીટ માંગી છે. કિસાન કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગિરધર વાઘેલાએ કાલાવડ બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. જ્યારે મોરબી બેઠક પર કાંતિલાલ બાવરવાએ, કેશોદ બેઠક પર મનીષ નંદાણીયાએ, સાણંદ બેઠક પર મહાદેવ વાઘેલાએ, જસદણ વીંછિયા બેઠક પર વિનુભાઈ ધડુકે, પાલનપુર બેઠક પર ભરત કરેણે અને જેતપુર બેઠક પર ચેતનભાઈ ગઢીયાએ દાવેદારી નોંધાવી છે.
હાર્દિક પટેલ મુદ્દે દિલિપ સંઘાણીની નારાજગી યથાવત
હાર્દિક પટેલનું નામ લેતા જ દિલિપ સંઘાણીના ફરી સૂર બદલાયા છે. ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં આજે હાર્દિક કેમ ભાજપમાં, એ ભાજપના પ્રવક્તાને પૂછો: તેવું નિવેદન સંઘાણી આપ્યું છે તેનાથી સ્પષ્ટ થાય છે કે હજુ પણ ભાજપના પ્રખર વિરોધી  અને આજે ભાજપના પોતાના હાર્દિક પટેલના ભાજપમાં આગમનથી ભાજપમાં જ અસંતોષનો માહાલ ક્યાંક દેખાય છે, આ પહેલાં પણ હાર્દિકના ભાજપ ગમન સમયે પણ સંઘાણીના આકરા વેણ સામે આવ્યાં હતાં આજે હાર્દિકનું નામ લેવા પણ સંઘાણી તૈયાર નથી થયાં અમારા રિપોર્ટર દ્વારા હાર્દિક પટેલ મુદ્દે સવાલ પૂછાતા  તેમણે  આડકતરો જવાબ આપ્યો હતો. ગુજરાત ફર્સ્ટ સાથે દિલિપ સંઘાણીની ખાસ વાતચીત દિલીપ સંઘાણી ની હાર્દિક પટેલ પ્રત્યેની નારાજગી યથાવત જોવાં મળી છે.  આ પહેલાં હાર્દિક પટેલ ને  સંઘાણી કટ્ટરવાદી અને રાષ્ટ્ર વિરોધી ગણાવી ચુક્યા છે,જ્યારે પાટીદારો હંમેશા રાષ્ટ્રવાદ સાથે હોય છે તેવું નિવેદન સંઘાણીએ કરેલું છે. હવે હાર્દિક પટેલ ભાજપમાં છે છતાં સંઘાણીની નારાજગી યથાવત રહીછે.  હાર્દિક ચૂંટણી લડશે કે કેમ તે ભાજપના પ્રવકતા ને પૂછો તેવો જવાબ દિલિપ સંઘાણીએ આપ્યો છે. 

ગુજરાત કોંગ્રેસનો ગાંધી પરિવારવાદ પરમસીમા પર
ગુજરાત કોંગ્રેસે આજે ઠરાવ પસાર કર્યો છે. આ  ઠરાવમાં રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માગ સાથે સોનિયા ગાંધીને સત્તા આપતો ઠરાવ પસાર કરાયો છે. સુખરામ રાઠવાએ  સોનિયા ગાંધીના નામને પ્રસ્તાવ મૂક્યો છે. સાથે જ ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલે પ્રસ્તાવને સમર્થન આપ્યું  છે. એટલું જ નહીં કારોબારી બેઠકમાં સર્વસંમતિથી  આ ઠરાવ પસાર કરાયો છે. ચૂંટણી PRO શોભા ઓઝાની ઉપસ્થિતિમાં આ ઠરાવ પસાર થયો છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી ટાણે ફરી પરિવારવાદને લઈ કોંગ્રેસમાં ઘમાસાન થવાનું છે. પ્રમુખપદ બાદ CWCની પણ  ચૂંટણી યોજાશે, ત્યારે કોંગ્રેસની ડૂબતી નૈયા કોણ પાર લગાડશે તે ચોમેર ચર્ચાનો વિષય છે. બીજી તરફ  આજે પ્રભારી અને પ્રમુખની અધ્યક્ષતામાં કારોબારી બેઠક યોજાઇ છે  જેમાં તમામ સિનિયર નેતાઓ, ધારાસભ્યો બેઠક જોડાયા હતાં. જીલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો મારૂ બૂથ, મારૂં ગૌરવ અંતર્ગત થયેલા કામોની સમીક્ષા કરશે સાથે જઆવનાર ચૂંટણીને લઇને કોંગ્રેસના સંકલ્પ પત્રો 1.5 કરોડ ઘરોમાં પહોંચાડવાની રણનીતિ બનાવાઇ છે.આજથી સંકલ્પ પત્રોને લોકો સુધી પહોંચાડવાની રણનીતિનો અમલ કરાશે જેમાં રાજ્યના 42 હજાર બૂથ મજબૂત કરવાની રણનીતિનો પણ અમલકરાશે  આગામી 24,25 અને 26 સપ્ટેમ્બરે બૂથ મજબૂત કરવાની કામગીરી હાથ ધરાશે 
ચૂંટણી માથે આવતા નેતાઓ દ્વારા ટીકિટ માટે  ધમપછાડા
ચૂંટણી સમયે  એનકેન પ્રકારે ટિકિટ માટે લોબિંગ કર્યું શરૂ થયું છે.  હવે સૌરાષ્ટ્રની જસદણ બેઠક પર ભાજપમાં ઉમેદવાર બનવા લોબિંગ ચાલુ છે , ઉમેદવાર તરીકે ગજેન્દ્ર રામાણીની પાર્ટી પસંદગીની પોસ્ટ વાયરલથઇ છે ગજેન્દ્ર રામાણીને ટીકિટ મળે તેવો આ વાયરલ પોસ્ટમાં ઉલ્લેખ પણ કરાયો છે.સોશિયલ મીડિયા પર મૂકાતી પોસ્ટ અંગે સૌરાષ્ટ્ર રાજકારણમાં દિવસભર ચર્ચા ચાલી છે. આ સાથે જ ટિકિટ લોબિંગ માટે  મોટા નેતાઓના ફોટાનો ઉપયોગ પણ કરાયો છે.  
ચૂંટણી સમયે ગરમાઇ રહ્યો છે રાજકીય માહોલ
ભાજપ નેતા અને ગુજરાતના યુવા ગૃહમંત્રી હર્ષ સંધવીના  AAP પર આકરા પ્રહાર પણ સામે આવ્યાં છે. ગૃહરાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ આજે સુરતમાં વરાછાના એક કાર્યક્રમાં  AAP પર  પ્રહાર કરતાં કહ્યું કે બહારથી આવીને લોકો વર્ષોથી ચાલતી હોસ્પિટલનો વિરોધ કરે છે, વિરોધ કરનારાઓને જનતા માફ નહીં કરે, વિકાસ માટે જમીન આપવાનો વિરોધ કરનારાઓનું શું કરવું જોઈએ તે જનતા નક્કી કરે.  તો બીજી તરફ  કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ પણ AAP પર પ્રહાર કર્યો. દિલ્હી મુખ્યમંત્રી કેજરીવીલની મફતની લ્હાણી બાબતે દર્શનાબેન જરદોશ પણ AAP પર વરસ્યા તેમણે કહ્યું કે અહીંયા સમાજ સમાજને સાચવે છે, ગુજરાતમાં આવીને ખોટી વચનોની લ્હાણી ન કરશો, ગુજરાતને અમે આંચ પણ નહીં આવવા દઈએ
ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ ફરી ગુજરાત આવશે
27 સપ્ટેમ્બરે બીજા નોરતે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. સાથે જ કલોલમાં કામદાર વીમા યોજના હોસ્પિટલનું ખાતમૂહુર્ત  અમિતભાઈ શાહ કરાવશે જેમાં 150 બેડની હોસ્પિટલનું અમિતભાઇ શાહના હસ્તે ખાતમૂહુર્ત કરાશે, સાથે જ અમિતભાઇ શાહ પોતાના વતન માણસાની મુલાકાત લેશે. અને નવરાત્રિ દરમિયાન આરતીમાં પરિવાર સાથે હાજર રહેશે. હાલમાં અમિતભાઇ શાહના કાર્યક્રમને લઇ તાબડતોડ તૈયારીઓ શરૂ કરાઇ છે.
નવરાત્રિ શરૂ થતાં જ વડાપ્રધાનશ્રીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ
PM મોડી  29, 30 સપ્ટેમ્બર, 9-11 ઓકટોબર 5 દિવસના પ્રવાસે આવવાના છે. જેમાં વડાપ્રધાનશ્રી  5 દિવસમાં 12થી વધુ જનસભા સંબોધશે  જેમાં 29-30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અમદાવાદ, અંબાજીના પ્રવાસે છે. તો 9 ઓક્ટોબરે મોડાસામાં વડાપ્રધાનશ્રીનો સંભવિત પ્રવાસ છે. બીજી તરફ વડાપ્રધાનશ્રી 10 ઑક્ટોબરે જામનગર અને ભરૂચની  મુલાકાત લેશે , સાથે જ વડાપ્રધાનશ્રી 11 ઓકટોબરે રાજકોટના જામ કંડોરણાના પ્રવાસે જશે, સાથો સાથ વડાપ્રધાનશ્રી રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે.
વડોદરામાં મનપા અને શહેર ભાજપ પ્રમુખ આમનેસામને
ગરબા માટે મેદાન ફાળવણીનો મુદ્દો ગરમાયો છે. જેમાં મનપા અને ભાજપ પ્રમુખનો ગજગ્રાહ સામે આવ્યો છે. ભાજપ પ્રમુખ વિજય શાહને ફાળવેલું મેદાન મનપાએ પરત લીધું છે. શહેર ભાજપ પ્રમુખયુગ શક્તિ ગરબાના આયોજક છે, હાલમાં શેહર પ્રમુખ પાસેથી મેદાન લઈ મનપાએ અન્ય આયોજકને મેદાન આપ્યું છે. શહેર પ્રમુખ પાસેથી ગરબાનું મેદાન છીનવી લેતા લોકમુખે અનેક  અનેક તર્ક-વિતર્ક સાથેની ચર્ચાએ જોર પકડ્યું છે. 
 વડોદરા જિલ્લામાં ચૂંટણીને લઇ તૈયારીઓ શરૂ
આજે વડોદરામાં ચૂંટણીની કામગીરી પૂરજોશમાં જણાઇ છે,  તમામ અધિકારીઓેને ચૂંટણીલક્ષી તાલીમ અપાશે. સાથે જ તમામ 10 બેઠકો માટે 2589 મતદાન મથકો તૈયાર કરાશે. ઉમેદવારી પત્ર, બેલેટ પેપર, EVM સંદર્ભે તાલીમ અપાશે . આ કાર્યક્રમમાં 10 રિટર્નીંગ ઓફિસર, 25 અસિસ્ટન્ટ રિટર્નીંગ ઓફિસરને તાલીમ અપાશે. જેમાં 32 નાયબ મામલતદારોને પણ તાલીમ અપાશે.  

કેન્દ્રીય ચૂંટણીપંચના ગુજરાતમાં ધામા
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ઘમઘમાટ દેખાઇ રહ્યો છે. આજે અમદાવાદના એક ખાનગી હોટલમાં કલેક્ટરો અને એસપી સાથે ચૂંટણી પંચના સભ્યેએ બેઠક કરી હતી. જેમાં આગામી  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બેઠક યોજાઇ હતી. આ સાથે જ મહાત્મા મંદિરમાં ખાસ વર્કશોપનું આયોજન કરાયું હતું. 
ધોરાજીમાં કોંગ્રેસ નેતા ભાજપના નેતા સાથે દેખાયા પક્ષપલ્ટાની ચર્ચા
કોંગ્રેસના લલિત વસોયા એક સામાજીક કર્યક્રમમાં ભાજપના જયેશ રાદડિયા સાથે સ્ટેજ શેર કરતાં જોવાં મળ્યાં હતાં., ત્યારે લલિત વસોયા ભાજપ સાથે જોડાશે તેવી ચર્ચાને વેગ પકડ્યું છે. તેઓ ભાજપ નેતા સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું છે. ધોરાજીનાં વેલકમ નવરાત્રીના કાર્યક્રમમાં બંન્ને નેતા સાથે  દેખાયા હતાં. આ મુદ્દે તેમણે તમામ બાબતને વખોડી કાઢી હતી.  
શક્તિસિંહના ચિત્તા અંગેના આક્ષેપ પર ભાજપની પ્રતિક્રિયા આવી સામે
પ્રદેશ ભાજપ સહ કન્વીનર ઝુબિન આશરાએ ટ્વીટ કરી કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલને વળતો જવાબ આપ્યો છે.  શક્તિસિંહ અને સાંસદસહેબે AC ચેમ્બરમાંથી બહાર આવવાની જરૂર: તેવું ઝુબિને કહ્યું છે, સાથે જ ચૂંટણી સમયે તેમને બન્ની વિસ્તારની મુલાકાત લેવાની જરૂર છે તેવું પણ કહ્યું છે.બન્ની વિસ્તાર ભીનો અને ભેજવાળો હોય છે, ચોમાસાથી ઉનાળા સુધી આ પરિસ્થિતિ રહે છે. તેથી  જો કોંગ્રેસની હાસ્યાસ્પદ માંગ પુરી કરી હોત તો ચિત્તાઓનું અસ્તિત્વ શક્ય નહતું તેવું  ઝુબિન આશરાએ નિવેદન આપ્યું છે. 
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે
ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે
By VIMAL PRAJAPATI
ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ
ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ
By VIMAL PRAJAPATI
બ્લેક ગાઉનમાં Tripti Dimriએ ઇન્સ્ટાગ્રામ પર મચાવ્યો કહેર
બ્લેક ગાઉનમાં Tripti Dimriએ ઇન્સ્ટાગ્રામ પર મચાવ્યો કહેર
By Hiren Dave
દિશા પટાની બીચ પર નેટ ડ્રેસમાં જોવા મળી, ફોટોઝ જોઇને તમે પણ કહેશો  ‘Water Baby’
દિશા પટાની બીચ પર નેટ ડ્રેસમાં જોવા મળી, ફોટોઝ જોઇને તમે પણ કહેશો ‘Water Baby’
By Dhruv Parmar
આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS
આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS
By Harsh Bhatt
T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો
T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો
By Harsh Bhatt
IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા
IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા
By Hardik Shah
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL ના અસલી કિંગ છે વિરાટ કોહલી, આજે બનાવ્યો આ મોટો રેકોર્ડ ગરમીમાં સૌથી વધારે ફાયદાકારક છે જાંબુ, જાણો ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે ભારતીયો માટે Good News, આ સુંદર ટાપુઓ ધરાવતા દેશોનો પ્રવાસ હવે વગર વિઝાએ બ્લેક ગાઉનમાં Tripti Dimriએ ઇન્સ્ટાગ્રામ પર મચાવ્યો કહેર દિશા પટાની બીચ પર નેટ ડ્રેસમાં જોવા મળી, ફોટોઝ જોઇને તમે પણ કહેશો ‘Water Baby’ આંતરડાને સાફ રાખવા માટે ખાઓ આ SUPER FOODS T20 ક્રિકેટમાં કે.એલ રાહુલના નામે નોંધાયો આ વિક્રમ, આવું કરનાર ફક્ત પાંચમો ભારતીય બન્યો IPL 2024 માં આ ખેલાડીએ કુલદીપ યાદવ કરતા વધુ વિકેટ ઝડપી અને ટ્રેવિસ હેડ કરતા વધુ રન ફટકાર્યા