Home » અમૂલ દુધના ભાવમાં ભાવ વધારો ઝીંકાયો, 8 મહિનામાં બીજીવાર ભાવ વધારો ઝીંકાયો
અમૂલ દુધના ભાવમાં ભાવ વધારો ઝીંકાયો, 8 મહિનામાં બીજીવાર ભાવ વધારો ઝીંકાયો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
60
અમૂલ દુધના ભાવમાં ભાવ વધારો ઝીંકાયો, 8 મહિનામાં બીજીવાર ભાવ વધારો ઝીંકાયો છે. છેલ્લે કોરોના કાળમાં પણ પ્રજા પર મોંધવારીનો માર પડતો હોય તેમ દૂધના ભાવમાં 4 ટકા ભાવ વધારો ઝીંકાયો હતો. એક તરફ વાશ્વિક સ્તરે કોરોનાની અસરમાં સામાન્ય પ્રજા કમર તોડ મોંધવારીનો ભાર સહન કરી રહી છે. ત્યારે વેપાર-ધંધાની મંદી વચ્ચે પેટ્રોલ-ડિઝલનો તોંતિગ ભાવ વધારો સહન કરી રહેલી પ્રજાને હવે દૂધનો ભાવ વધારો સહન કરવાની નોબત આવી છે. આ ભાવ વધારો તાત્તાકિક અસરથી આવતી કાલથી એટલે કે 1લી માર્ચથી અમલી બનશે.
8મહિનામાં બીજીવાર ભાવ વધ્યાં
આ પહેલાં 1લી જૂલાઇએ પણ દૂઘના ભાવમાં લિટર દીઠ 2 રુપિયાનો વધારો ઝીંકાયો હતો. અમૂલે દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા 2 રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવ વધારો આવતીકાલથી લાગુ થશે. ઇંધણ અને ઇનપુટ કોસ્ટમાં થયેલા વધારો આ ભાવ વાધારા પાછળ કારણભૂત માનવામાં આવે છે.
લિટર દીઠ 2 રુપિયાનો વધારો
અમૂલ દૂધના સમગ્ર ભારતામાં આ ભાવમાં વધારો કાલથી અમલી બનશે.નવા ભાવ મુજબ ગોલ્ડ દૂધ હવે 58 રુપિયા લિટરે મળશે, અમૂલ તાજા 46 તો શક્તિ 52 રુપિયા પ્રતિ લિટરે વેચાશે
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject