
ભારત સરકારે ફરી એકવાર ચીની એપ્સ સામે લાલ આંખ કરી છે. ભારતે ચીની એપ સામે મોટી કાર્યવાહી કરતા 54 એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ કર્યો છે. એક મીડિયાના અહેવાલ મુજબ ‘આ પ્રતિબંધો ભારતીયોની ગોપનીયતા અને સુરક્ષા માટે જોખમને ધ્યાને લઈને લાદવામાં આવ્યા છે’. 54 પ્રતિબંધિત એપ્સની યાદીમાં મોટાભાગની એપ્સ
ચાઈનીઝ જાયન્ટ્સ- Tencent, Alibaba અને NetEase
સાથે સંબંધિત હતી. રિપોર્ટ અનુસાર, મોટાભાગની એપ્સ 2020માં પ્રતિબંધિત એપ્સનું રી બ્રાન્ડિંગ કરવામાં આવ્યું હતું.
IT એક્ટ હેઠળ કાર્યવાહી
એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ ઈલેક્ટ્રોનિક્સ
અને આઈટી મંત્રાલયે જાહેર કર્યો છે. મંત્રાલયે કહ્યું કે, ‘આ એપ્સ ભારતીયોના સંવેદનશીલ ડેટાને
ચીન જેવા વિદેશી દેશોના સર્વર પર ટ્રાન્સફર કરી રહી છે’. IT મંત્રાલયે આ એપ્લીકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી બ્લોક કરવાની સૂચના પણ
આપવામાં આવી છે. ET અધિકારીએ કહ્યું, ‘ભારતમાં પ્લેસ્ટોરે 54 એપ્સ પહેલાથી જ બ્લોક
કરવામાં આવી છે.” તાજેતરનો આદેશ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000ની કલમ 69A હેઠળ કરવામાં
આવ્યો છે.