સુરતમાં જે રીતે ધોળાદિવસે ગ્રીષ્મા નામની યુવતીની હત્યા બાદ રાજ્યભરમાં તેના પડઘા પડી રહ્યા છે. હત્યા કરનાર આરોપીને જાહેરમાં ફાંસી આપવાની માગ સાથે અમદાવાદના હાટકેશ્વર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોલેજની બહાર વિદ્યાર્થીનીઓની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. અને આવુ ફરી ન થાય અને ગ્રિષ્માને ન્યાય મળે તેના માટે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પૂતળા દહન કરે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી અટકાયતના સમયે કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે રાજ્ય સરકાર પોલીસને આગળ કરીને તમામ કાળા કામ રોકવા માંગે છે તથા વિપક્ષ નો અવાજ દબાવવા માંગે છે.
