Download Apps
Home » PASA : કાયદો છતાં પોલીસ રીઢા ગુનેગારો સામે કાર્યવાહી નથી કરી શકતી

PASA : કાયદો છતાં પોલીસ રીઢા ગુનેગારો સામે કાર્યવાહી નથી કરી શકતી

PASA : વર્ષ 1985માં ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે વિશેષ કાયદો (PASA Act 1985) બન્યો. તંત્ર અને ગુજરાત પોલીસ (Gujarat Police) આ કાયદા હેઠળ ઢગલાબંધ રીઢા અપરાધી (Habitual Criminal) ઓને વર્ષે દહાડે જેલમાં ધકેલતી હોય છે, પરુંતુ આજે સુરત શહેર પોલીસ (Surat City Police) લાચાર છે. આઈપીએસ અધિકારીઓની નિમણૂક (IPS Posting) ને લઈને ગુજરાત સરકાર (Government of Gujarat) માં નિર્ણય શક્તિનો અભાવ હોવાથી આજે આ સ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું છે. શું છે સમગ્ર મામલો વાંચો આ અહેવાલમાં…

શું છે PASA નો કાયદો ?

PASA (Prevention of Anti-Social Activities) એટલે  અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબત અધિનિયમ. વારંવાર ગંભીર પ્રકારના ગુનાઓ આચરતા શખ્સો સામે કાયદા હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડતી હોય તેવા સંજોગોમાં પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. બુટલેગર (Bootlegger) ભયજનક શખ્સ, મિલ્કત પચાવી પાડનાર (Property Grabbers) અનૈતિક વેપાર, ઔષદ્ય ગુનેગાર, ક્રુર શખ્સ, જુગારનો અડ્ડો ચલાવનાર, સંગ્રહખોરી અને કાળાબજાર કરનાર, સાયબર ક્રાઈમ કરનાર આરોપી અને રીઢા વ્યાજખોર સામે અટકાયતી કાર્યવાહી કરવામાં આવે છે. પાસા હેઠળ આરોપીને એક વર્ષ સુધી જેલમાં કેદ રાખવાની જોગવાઈ છે. PASA ના હુકમની બજવણી થયાના બે સપ્તાહમાં આરોપી ગૃહ વિભાગ (Home Department Gujarat) માં હુકમ રદ્દ કરવા અરજી કરી શકે છે. પાસા સલાહકાર બોર્ડ (PASA Advisory Board) ને સરકારે અટકાયતની તારીખથી 3 સપ્તાહમાં કેસ સમીક્ષા અંગે મોકલવાનો રહે છે અને પાસા બોર્ડે (PASA Board) 7 સપ્તાહમાં સહ અભિપ્રાય મોકલવો પડે છે અથવા તો રજૂઆત તથ્યો આધારે આરોપીને મુક્ત કરવાનો હોય છે. PASA બોર્ડ તરફથી આરોપીને રાહત ના મળે તો ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) – સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના દ્વાર ખખડાવી શકે છે.

વર્ષ 2020માં ગૃહ વિભાગે શું ફેરફાર કર્યો ?

PASA કાયદામાં ગૃહ વિભાગે 3 સપ્ટેમ્બર 2020થી કેટલાંક ફેરફાર અને ઉમેરો કર્યા છે. જેમાં (1) શિક્ષાપાત્ર સાયબર ક્રાઈમ (Cyber Crime) કરનાર આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની જોગવાઈ કરી. (2) ભયજનકની શ્રેણીમાં ભારતીય દંડ સંહિતાના પ્રકરણ 8 અને 22 હેઠળના ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો. (3) નાણાં ધીરધાર સંબંધી ગુનો કરનાર (Usurer) કેટેગરીનો ઉમેરો કરવામાં આવ્યો છે. (4) જાતીય ગુનો કરનારની શ્રેણીમાં ભારતીય દંડ સંહિતાની કલમ 354, 376 તથા પોક્સો એક્ટ (POCSO Act) હેઠળના ગુના કરનારા શખ્સની અટકાયત કરવાની જોગવાઈ કરાઈ છે. અત્રે નોંધનીય છે કે, જુગારનો અડ્ડો ચલાવનાર (Gambling Den Operator) ને છેલ્લાં 3 વર્ષમાં સજા થઈ હોય તેવી જોગવાઈ હતી તને રદ કરાઈ છે એટલે કે, તેની સામે PASA નું શસ્ત્ર ઉગામી નહીં શકાય.

સુરત શહેર પોલીસ કેમ નથી કરતી PASA ?

સુરત શહેર પોલીસ કમિશનર (Surat Police Commissioner) અજય તોમર ગત જાન્યુઆરી મહિનાના અંતમાં વય નિવૃત્ત થયા. સરકારે અજય તોમર (Ajay Tomar IPS) ના ખાલી પડેલા સ્થાને IPS અધિકારીની નિમણૂક કરવાના બદલે સંયુક્ત પોલીસ કમિશનર વાબાંગ જમીર (Wabang Jamir IPS) ને વધારાનો ચાર્જ આપી દીધો. ત્યારથી આજદીન સુધી એટલે કે, બે મહિનાથી સુરત શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશનર (Incharge Surat Police Commissioner) ચલાવી રહ્યાં છે. રીઢા ગુનેગારને PASA હેઠળ જેલમાં મોકલી આપવાની સત્તા જિલ્લા કક્ષાએ જિલ્લા મેજીસ્ટ્રેટ એટલે કે, કલેક્ટર (Collector) પાસે અને પોલીસ કમિશ્નરેટ (Police Commissionerate) માં પોલીસ પાસે છે. કાયદા અનુસાર રીઢા ગુનેગારનો પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ અધિકાર ઈન્ચાર્જ પોલીસ કમિશનર કે પછી જિલ્લા કલેક્ટર પાસે નથી.

આચારસંહિતા લાગુ છતાં પોલીસ લાચાર

લોકસભા ચૂંટણી (Loksabha Election) ટાણે સુરત પોલીસ કમિશનરનું સ્થાન બે મહિનાથી ખાલી પડ્યું છે. આચારસંહિતા (Code of Conduct) ની માર્ગદર્શિકા અનુસાર પાસા અટકાયત (PASA Detention) ની કામગીરી ખૂબ જ મહત્વની છે. હાલમાં રાજ્યભરના કલેક્ટર અને પોલીસ PASA  હુકમ કરવાની હરિફાઈમાં લાગી ગયા છે ત્યારે સુરત પોલીસ (Surat Police) સંજોગોને આધિન લાચાર છે.

અમદાવાદમાં પણ બે મહિના સુરત જેવી સ્થિતિ હતી

વર્ષ 2023માં અમદાવાદ શહેર (Ahmedabad City) માં પણ સુરત શહેર જેવી જ સ્થિતિ હતી. તત્કાલિન અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) સંજય શ્રીવાસ્તવ (Sanjay Srivastava IPS) વર્ષ 2023ના એપ્રિલ મહિનાના અંતમાં વય નિવૃત્ત થયા હતા. આ સમયે પણ ગુજરાત સરકારના ગૃહ વિભાગે કાયમી પોલીસ કમિશનર (Permanent Commissioner of Police) ની નિમણૂક કરવાનું ટાળ્યું હતું. ખાલી પડેલા સ્થાને તત્કાલિન સંયુક્ત પોલીસ કમિશનર પ્રેમવીર સિંઘ (Prem Vir Singh IPS) ને બે મહિના માટે વધારાનો હવાલો સોંપ્યો હતો. કાયદો અને વ્યવસ્થા (Law and Order) માટે પડકારરૂપ રથયાત્રા જેવા અતિ સંવેદનશીલ પ્રસંગ અગાઉ અમદાવાદ શહેરમાં એક પણ PASA થઈ શકી ન હતી.

 

આ પણ  વાંચો – Cow Killing : ચોરીના ગૌવંશનું માંસ અમદાવાદમાં વેચતી ટોળકી કલોલમાંથી ઝડપાઈ

આ પણ  વાંચો Rajkot : ગાયની અડફેટથી યુવાનનું મોત, કોર્પોરેશનને 14 લાખ વળતર ચૂકવવા આદેશ

આ પણ  વાંચો – Ahmedabad : 25 કરોડની જમીન પચાવવાનો ખેલ ખેલનારા રૂપાણી સામે આખરે ફરિયાદ

Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
By VIMAL PRAJAPATI
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
By Hardik Shah
Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ
Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ
By VIMAL PRAJAPATI
ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ!
ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ!
By Harsh Bhatt
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
By Harsh Bhatt
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
By Hiren Dave
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો Tourist Place: આ દેશમાં 1 હજાર લઈને જાઓ અને કરો લાખો રૂપિયાની મોજ ઉનાળામાં પાચનતંત્રને ટકાટક રાખવા માટે પીવો આ સ્પેશિયલ ડ્રિંક્સ! આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!