Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Somvati Amavasya : આજે સોમવતી અમાવસ્યા, સ્નાન-દાન-પૂજાનું મહત્ત્વ, સૂર્યગ્રહણનો પણ સંયોગ, જાણો અસર

હિન્દુ કેલેન્ડર (Hindu calendar) મુજબ આજે સોમવતી અમાવસ્યા (Somvati Amavasya) છે. ધાર્મિક ગ્રંથોમાં સોમવતી અમાવસ્યાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે, સૂર્યોદય પહેલાં જાગવાની, સ્નાન કરવાની અને પૂજા કરવાની પરંપરા છે. સોમવતી અમાવસ્યાના દિવસે, લોકો તેમના પૂર્વજોની પૂજા કરી તેમને...
somvati amavasya   આજે સોમવતી અમાવસ્યા  સ્નાન દાન પૂજાનું મહત્ત્વ  સૂર્યગ્રહણનો પણ સંયોગ  જાણો અસર

હિન્દુ કેલેન્ડર (Hindu calendar) મુજબ આજે સોમવતી અમાવસ્યા (Somvati Amavasya) છે. ધાર્મિક ગ્રંથોમાં સોમવતી અમાવસ્યાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે, સૂર્યોદય પહેલાં જાગવાની, સ્નાન કરવાની અને પૂજા કરવાની પરંપરા છે. સોમવતી અમાવસ્યાના દિવસે, લોકો તેમના પૂર્વજોની પૂજા કરી તેમને મનાવી આશીર્વાદ મેળવે છે. આ દિવસે પિતૃઓનું તર્પણ કરી મુશ્કેલીઓમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરાય છે. જો કે, આજના દિવસે સૂર્યગ્રહણનો (surya grahan) પણ સંયોગ છે.

Advertisement

સોમવતી અમાવસ્યા ક્યારે છે ?

સોમવતી અમાવસ્યાના (Somvati Amavasya) દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતીની પૂજા-અર્ચનાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. હિન્દુ કેલેન્ડર અને પંચાંગ મુજબ, વર્ષની પ્રથમ સોમવતી અમાવસ્યા આજે એટલે કે 8 મી એપ્રિલે ઊજવવામાં આવી રહી છે. તે 8 એપ્રિલ, 2024 ના રોજ સવારે 08:21 થી શરૂ થશે અને રાત્રે 11:50 વાગ્યે સમાપ્ત થશે.

Advertisement

સ્નાન અને દાનનું મહત્ત્વ

સોમવતી અમાવસ્યાના દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કરી પૂજા કરવામાં આવે છે. સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપી અને જળ ચઢાવવામાં આવે છે, જેથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે તેવી માન્યતા છે. જણાવી દઈએ કે, સોમવતી અમાવસ્યા નિમિત્તે ઉત્તર પ્રદેશનાં (Uttar Pradesh) પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં ભક્તોએ વહેલી સવારે પવિત્ર ગંગા નદીમાં (Ganga River) સ્નાન કરી સૂર્યદેવને અર્ધ ચઢાવવી પૂજા કરી હતી. ઉપરાંત, ઉત્તરાખંડમાં (Uttarakhand) પણ સોમવતી અમાવસ્યા નિમિત્તે હરિદ્વારમાં ભક્તોએ પવિત્ર ગંગા નદીમાં વહેલી સવારે સ્નાન કરીને પૂજા કરી હતી. ગંગા નદીના ઘાટ પર ભક્તોની ભારે ભીડે જોવા મળી હતી.

Advertisement

સૂર્યગ્રહણનો સંયોગ અને અસર

આજે સોમવતી અમાવસ્યાના દિવસે વર્ષના પ્રથમ સૂર્યગ્રહણનો (surya grahan) સંયોગ પણ છે. આથી ભક્તોમાં ચિંતા છે કે તેઓ સૂર્યગ્રહણ દરમિયાન દાન અને સ્નાન કેવી રીતે કરે. માહિતી મુજબ, ભારતમાં આ સૂર્યગ્રહણ જોવા નહીં મળે. આથી સૂર્યગ્રહણની અસર ભારતમાં નહીં થાય અને અસર ન હોવાથી સૂતક પણ નહીં લાગે. આથી, સોમવતી અમાવસ્યાની ધાર્મિક વિધિઓ યથાવત રહેશે. જણાવી દઈએ કે, 8 થી 9 એપ્રિલની વચ્ચે રાત્રે સૂર્યગ્રહણ થશે અને લગભગ 4 કલાક સુધી અમેરિકા, ગ્રીન લેન્ડ, મેક્સિકો અને કેનેડા જેવા દેશોમાં દેખાશે.

આ પણ વાંચો - Surya Grahan :વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ, જાણો ભારતમાં તેની અસર અને દુર્લભ સંયોગ વિશે…

આ પણ વાંચો - Ambaji : ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, સંતોનું સામૈયું કરાયું

આ પણ વાંચો - Shaktipeeth Bahucharaji : 9 મીથી ચૈત્રી નવરાત્રિનો શુભારંભ, માતાજીની 7 દિવસની સવારીની વિધિ યોજાશે

Tags :
Advertisement

.