Download Apps
Home » VADODARA : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરાયું 101 બસોનું લોકાર્પણ

VADODARA : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરાયું 101 બસોનું લોકાર્પણ

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે
  • હર્ષભાઈ સંઘવીના હસ્તે 101 બસોનું લોકાર્પણ
  • ગુજરાત STના વિવિધ ઝોનમાં આપશે 101 જેટલી બસો
  • વડોદરા સાંસદ, મેયર, જિલ્લાના ધારાસભ્યો હાજર

લોકસભાની ચૂંટણીનું રણશિંગુ હવે ફૂંકાઈ ગયું છે. લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આજરોજ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અહી બસોનું લોકાર્પણ કરાવવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રીના આ કાર્યક્રમમાં કુલ 101 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બસોમાં મિનિ બસ, સામાન્ય બસ, સ્લીપર કોચ વાળી બસોનો સમાવેશ થાય છે. આ નવી બસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ, મેયર અને જિલ્લાના ધારાસભ્યો હાજર રહ્યા હતા.

નવી 101 બસોનું કરાયું લોકાર્પણ, સરકારી વાહન વ્યહવારનો ઉપયોગ કરતાં યાત્રાળૂઓમાં પણ વધારો 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની ST અંગે ઘણી વાતો કરી હતી. તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, વડોદરા ખાતેથી નવી 101 અત્યાધુનિક બસો આજથી જ ગુજરાતના વાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કુલ 13 મહિનામાં 1720 નવી બસો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની માર્ગદર્શનમાં લોક સેવામાં મૂકવામાં આવી છે. 1720 બસો થકી કનેક્શન વધારવામાં આવ્યા,પહેલા જે રોજિંદા 25 લાખ જેટલા યાત્રાળૂઓ લોકલ સરકારી વાહન વ્યહવારનો ઉપયોગ કરતાં હતા તે આંકડો હવે 27 લાખ સુધી પહોંચ્યો છે.ગુજરાત સરકારે સંકલ્પ લીધો છે કે વધુમાં વધુ નાગરિકો સરકારી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે.

આગળ તેમણે જણાવ્યું હતું કે, વધુમાં વધુ તો બસો મૂકવામાં આવે જ છે. પરંતુ એટલું જ નહીં તે બસો અને બસ સ્ટેન્ડની સુવિધાઓમાં કેવી રીતે વધારો કરી શકાય તેવા પ્રયાસ હાથ ધરાયા છે.બસ અને બસ સ્ટેન્ડને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે ગુજરાતની પ્રજાએ ઘણો સહકાર આપ્યો છે.વધુમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં ગામડાઓને જોડતી સરકારી બસો છે, તેને વધુ આધુનિક અને તેની સુવિધાઓમાં વધારો કરવા તરફ સરકાર અગ્રેસર છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવનાર અઠવાડિયામાં 500 નવી બસો ગુજરાતની પ્રજા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આ વ્યવસ્થા થકી રાજ્યના નાગરિકોને ઘણો લાભ મળશે.

આ પણ વાંચો : ગૂજરાતના આ યુવાનને સલામ, ઓછી ઉંચાઇના અવરોધને પાર કરી બન્યા ડોક્ટર

IPL માં સૌથી વધુ વખત 200+ રન બનાવવાવાળી ટીમની યાદી
IPL માં સૌથી વધુ વખત 200+ રન બનાવવાવાળી ટીમની યાદી
By Hardik Shah
આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો
આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો
By Hardik Shah
IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય!
IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય!
By Harsh Bhatt
Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો
Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો
By Harsh Bhatt
દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ
દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ
By Hardik Shah
શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન !
શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન !
By Vipul Sen
વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર
વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર
By Hardik Shah
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં સૌથી વધુ વખત 200+ રન બનાવવાવાળી ટીમની યાદી આ વસ્તુઓની મદદથી પોતું કરવાથી મચ્છર-માખીઓનો કાયમી સફાયો IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય! Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન ! વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર