આજકાલ પ્રેમ લગ્નના કિસ્સોઓ વધી રહ્યા છે. લોકો કંઈ પણ વિચાર્યા વગર એકબીજાના પ્રેમમાં પડે છે અને અંતે લગ્ન કરી લે છે, પરંતુ આ બાબતે ઘરવાળા સહમત ન હોય તો લગ્ન થયેલા હોવા છતાં પણ છૂટાછેડા લેવા પડે છે. જો એવું ન થાય તો જોડે રહીને ડિવોર્સ કરાવે છે. પણ જો પ્રેમ સાચો હોય તો એને પામવા લોકો કોઈ પણ હદ પાર કરી લે છે. આવો જ એક કિસ્સો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પણ બનવા પામ્યો છે. કે જ્યાં અગાઉ થયેલા પ્રેમ લગ્નના છૂટાછેડા બાદ ફરી યુવતી એના પ્રેમી જોડેજ જવા માંગતી હોવાથી એક જ ઘરના સાત વ્યક્તિને ઝેરી પીણું પીવડાવી તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી.
જાણો સમગ્ર મામલો
સમગ્ર બાબતે જાણવા મળતી વિગતો મુજબ થોડા સમય પૂર્વે ડુંડાશ ગામની એક યુવતીએ નેસવડ ગામના એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેમાં છોકરો અને છોકરી બંને અન્ય જ્ઞાતીના હોવાથી છોકરીના પરિવાર વાળાઓએ છૂટાછેડા કરાવ્યા હતા. પરંતુ છોકરી તેના પૂર્વ પ્રેમી સાથે જ જવા માંગતી હોવાથી એને એના મામાના ઘરે રહેવા માટે મોકલી દીધી હતી. જ્યાં તેના મામાએ રહેવા માટે આશરો આપ્યો હતો.
પ્રેમિકાએ પ્રેમી સાથે મળી સમગ્ર પ્લાન ઘડ્યો
લાંબા સમયથી યુવતી પોતાના મામાના ઘરે રહેતી હતી, પરંતુ આજરોજ પોતાના જૂના પ્રેમી સાથે મળીને એક પ્લાન ઘડ્યો હતો. જેમાં યુવતીએ સોડાની અંદર કોઈ ઝેરી પદાર્થ ભેળવી માતા સહિત મામાની ચાર દીકરી અને બે દીકરાને ઝેરી સોડા પીવડાવી બેભાન કર્યા હતા. બાદમાં યુવતી એના પૂર્વ પ્રેમી સાથે નાસી છૂટી હતી.
સાતેય વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડાયા
જેરી પીણાથી માતા અને છ મામાના બાળકોને અસર થતા આ સાતેય વ્યક્તિઓને બગદાણાની રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ ફરજ પરના ડોક્ટરે મહુવા હોસ્પિટલમાં રીફર કરવા જણાવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ બગદાણા પોલીસને MLC દ્વારા કરવામાં આવી હતી અને તમામ તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે.
અહેવાલ- અનિલ માધક,મહુવા
આપણ વાંચો-આંતરરાષ્ટ્રીય જળસીમામાં જખૌ નજીકથી પાંચ ડ્રગના પેકેટ મળી આવ્યા