સમર્થન, વિરોધ અને વિવાદોના વંટોળ વચ્ચે આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચુક્યો છે. પં. ધીરેન્દ્ર શાસ્ત્રી હવાઈ માર્ગે બપોરે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ તેઓ અમરાઈવાડીના ચૌહાણ પેલેસમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે દેવકીનંદન ઠાકુર સાથે ભોજન લીધા બાદ વટવાના શ્રીરામ મેદાનમાં દેવકીનંદન ઠાકુરની શિવ મહાપુરાણની કથામાં સંબોધન કર્યું હતું.
8