17

એક્ટર-ડાયરેક્ટર ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના તાજેતરમાં લગ્ન થયા છે. ફરહાને 19 ફેબ્રુઆરીએ ખંડાલા સ્થિત તેમના ફાર્મ હાઉસ ‘સુકૂન’માં પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ શિબાની સાથે લગ્ન કર્યા હતા. આ કપલે બંન્નેના ધર્મને માન આપતા ન તો હિંદુ કે ન તો મિસ્લિમ વિધિથી લગ્ન કર્યા પરંતુ તેમણે એક બીજાને જીવનના વચનો આપીને નવી સફરની શરૂઆત કરી હતી. ફરહાન અખ્તરે પોતાના અનોખા લગ્નના ઓફિશિયલ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફરહાન-શિબાનીના પ્રી-વેડિંગ હલ્દી, મહેંદી અને સંગીત સેરેમનીના ફોટોઝ થોડાં સમય પહેલાં સામે આવ્યા હતાં. આ પ્રી-વેડિંગ સેરેમની મુંબઈના બ્રાંદ્રામાં ફરહાનના ઘરે યોજાઈ હતી.શિબાની તથા ફરહાન છેલ્લાં 4 વર્ષથી રિલેશનમાં હતાં. અને લિવ-ઇનમાં રહેતાં હતાં.
ફરહાન અખ્તરે લગ્નના ફોટોઝ શેર કર્યા
આ ફોટોઝની સાથે કપલે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ફરહાન અખ્તરે લગ્નના ફોટોઝ શેર કરીને કેપ્શનમાં લખ્યું, “શિબાની દાંડેકર અને મેં થોડા દિવસો પહેલાં જ અમે એક થયાં એનું સેલિબ્રેશન કર્યું હતું અને અમે તે બધાના આભારી છીએ, જેમણે એ દિવસે અમારી પ્રાઇવસીનું સન્માન રાખ્યું. જોકે આ ક્ષણો શેર કર્યા વગર સેલિબ્રેશન અધૂરું છે અને તમારા આશીર્વાદની જરૂર છે, કેમ કે અમે સાથે મળીને એકસાથે નવી શરૂઆત કરી રહ્યા છીએ. તમને અમારા તરફથી ખૂબ ખૂબ પ્રેમ.” શિબાની દાંડેકરે પણ લગ્નના ફોટોઝ શેર કરીને લખ્યું, “Mr & Mrs.ધ મોસ્ટ મેજિકલ ડે ઓફ માય લાઈફ.”
2018માં પોતાની રિલેશનશિપને જાહેર કરી
બંનેએ થોડા સમય સુધી પોતાનો સંબંધ છુપાવ્યો બાદ પછી વર્ષ 2018માં પોતાની રિલેશનશિપને ઓફિશિયલ કરી હતી. ફરહાનના શિબાની સાથે બીજા લગ્ન છે. તે પહેલાં લગ્ન હેર સ્ટાઈલિસ્ટ અધુના સાથે થયા હતા, જેનાથી તેને બે દીકરીઓ પણ છે. શિબાની તથા ફરહાન છેલ્લાં 4 વર્ષથી રિલેશનમાં હતાં વર્ષ 2018માં પોતાની રિલેશનશિપને જાહેર કરી હતી. ફરહાનના શિબાની સાથે બીજા લગ્ન છે. તેના પહેલાં લગ્ન હેર સ્ટાઈલિસ્ટ અધુના સાથે થયાં હતાં. તેને બે દીકરીઓ પણ છે.