Home » સ્માર્ટ ફોનના વધુ પડતા ઉપયોગથી આ 5 અંગો પર થઇ શકે છે અસર
સ્માર્ટ ફોનના વધુ પડતા ઉપયોગથી આ 5 અંગો પર થઇ શકે છે અસર
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
109
જો કોઈ કામને પાર પાડવા માટેનું શૉર્ટકટ મળી જાય તો? કોઈ એ શૉર્ટકટને નજરઅંદાજ કરી શકશે ખરા? પરંતુ કહેવાય છેને કે દરેક ચીજોની એક મર્યાદા હોય છે. તો ચાલો આજે આપના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી એ જ વાતથી માહિતગાર કરાવીએ..
જો તમને પણ દરરોજ શરીરમાં આ 5 જગ્યાઓ પર સતત દુખાવાની ફરિયાદ રહેતી હોય તો, આ દુખાવાનું કારણ કદાચ ‘સ્માર્ટ ફોન’ પણ હોઈ શકે છે. ચાલો વિસ્તારથી સમજીએ આ પાછળના કારણો વિશે…
સ્માર્ટ ફોન વગર આપણા ઘણાં બધા કામો અધૂરા જ રહી જાય છે. નાના ખીસ્સામાં સમાઈ જતો ફોન આપણા ઘણાં ખર્ચા અને સમયના વેડફાટથી બચાવે છે. જો કે સ્માર્ટ ફોન વગર આપણું કામ પણ નહીં ચાલે આ વાત તો સાચી..! પરંતુ શું તમે જાણો છો, સ્માર્ટ ફોન આરોગ્ય સાથે સંકળાયેલી સમસ્યા પણ નોંતરે છે.
1. આંખોમાં દુખાવો-
લાંબો સમય મોબાઈલના ઉપયોગથી આંખમાં દુખાવો, સૂકાપણું અને બળતરા થઈ શકે છે.
2. આંગળીમાં દુખાવો-
લાંબા સમય સુધી ફોનના ઉપયોગ કરવાથી આંગળીઓમાં દુખાવાની સાથે ખેંચાણ કે જકડન આવી શકે છે.
3. ગરદનમાં દુખાવો-
લાંબા સમય સુધી ગરદન પર દબાણ આપવું કે એક જ સ્થિતિમાં રાખવી હાનિકારક થઈ શકે છે.
4. કમરનો દુખાવો-
સતત બેસીને મોબાઈલના ઉપયોગથી કમરમાં જકડન કે દુખાવો થઈ શકે છે. જેથી સક્રિય રહેવું જરૂરી છે.
5. ખભામાં દુખાવો-
હાથમાં ફોન પકડીને લાંબા સમયના વપરાશથી ખભામાં આવતું ખેંચાણ દુખાવામાં બદલાય છે. તેથી વચ્ચે વચ્ચે બ્રેક લો.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject