Download Apps
Home » ઈન્દુ તારક મહેતાની નજરે દુનિયાને ઉંધા ચશ્માનું સર્જન

ઈન્દુ તારક મહેતાની નજરે દુનિયાને ઉંધા ચશ્માનું સર્જન

આજે ઈન્દુબેન અને
તારકભાઈ આપણી વચ્ચે નથી રહ્યાં. પણ એમની સાથેની આ વાતો આજેય એટલી જ લાઈવ લાગે છે.
જાન્યુઆરી 2017માં લીધેલી મુલાકાતની વાતો.

સતત
પિસ્તાલીસ વર્ષ સુધી આખી દુનિયાને ઉંધા ચશ્મા
વડે એક જુદી દુનિયાનો નજારો
જેમણે કારવ્યો એમનું નામ છે, તારક મહેતા. ટપુડો, જેઠાલાલથી માંડીને શ્રીમતીજીનું પાત્ર લાખો વાચકોના દિલ પર રાજ કરે છે. ટપુડાના તોફાન અને માળાની દુનિયાની સેર કરાવતા તારક મહેતા માટે આમ તો સવિશેષ પરિચયની જરૂર નથી. ‘દુનિયાને ઉંધા
ચશ્માનાટકના ટાઈટલને ચિત્રલેખાના તત્કાલીન તંત્રી હરકિસન મહેતાએ કૉલમનું નામ આપ્યું અને તારક મહેતાએ કૉલમ શરૂ કરી. ટપુડાને ભવનાથના મેળામાં લઈ જવાનો હોય કે પછી બીજી કોઈ જગ્યાએ એની સાથે અને એની આસપાસ ફરતા પાત્રોનું લેખન એટલું જીવંત લાગે કે, જાણે બધું
આપણી આંખ સામે ભજવાતું હોય! એક સમયે ચિત્રલેખાસાપ્તાહિકમાં પ્રસિદ્ધ થતી તારકભાઈની કૉલમ દુનિયાને ઉંધા ચશ્મા આજે આખા દેશમાં પ્રચલિત બની ગઈ છે. શ્રેણી
પરથી તૈયાર થયેલી સબ ટીવીની સિરિયલતારક મહેતા કા ઉલટા ચશ્મામાટે રોજ સાંજે સાડા આઠનો સમય આખા દેશમાં ફેલાયેલા લાખો ચાહકોએ બુક કરી નાખ્યો છે. સિરીયલનું પાત્રાલેખન કૉલમમાં આવતાં તમામ પાત્રો જેવું નથી. મુખ્ય પાત્રો સિવાય અનેક નવા પાત્રો સિરીયલમાં નજરે ચડે છે. જે તારક મહેતાની કૉલમનો અસલી ફેન છે તેને સિરીયલ થોડી લાઉડ લાગે છે. અલબત્ત તારકભાઈના શ્રીમતીજીનું પણ કંઈક આવું માનવું છે.


જીવનસાથીની
કલમનું ગૌરવ અને ગરિમા જેમના ચહેરા ઉપર તરવરે છે એવાં ઈન્દુબેન તારક મહેતા આજે વાત માંડે છે દુનિયાને ઉંધા ચશ્માની. લાગણીથી તરબતર એવાં ઈન્દુબેન સાથે બહુ લાંબી મુલાકાત
થઈ. આમ તો ઈન્દુબેન સાથે મારો પરિચય એકવીસ વર્ષથી છે. તારકભાઈને અંગત રીતે જાણતા તમામ લોકોને ખબર છે કે, તારકભાઈ પ્રેમસભર લહેકા સાથે ઈન્દુબેનને હંમેશાંજાડીકહીને સંબોધે છે.
યુગલ વચ્ચે
ચૌદ વર્ષનો ઉંમરનો તફાવત છે. ઉંમરનો તફાવત એમના તાલમેલમાં ક્યાંય નજરે દેખાય. ઈન્દુબેન સાથેની
મુલાકાત ચાલતી હતી ત્યાં તારકભાઈને સાંજના
તડકામાં ચક્કર મરાવવા માટે એમની કેર ટેકર લઈ ગઈ. બત્રીસી નહોતી પહેરી પણ તારકભાઈના ચહેરા પરનું હાસ્ય નિર્મળ અને ચમકતાં પારદર્શક હીરા જેવું હતું.


ઈન્દુબેન
તારકભાઈને કદીય નામથી નથી બોલાવતાં. મ્હેતા કહીને
સંબોધે છે.
ઈન્દુબેને સહેજ ટકોર પણ કરી કે, ‘સિરીયલમાં તારક મહેતાના પાત્રની પત્ની એમને નામથી બોલાવે છે પણ હું મ્હેતાને કોઈ દિવસ એમના નામથી નથી બોલાવતી.’


તારક
મહેતાના નેવું પુસ્તકો છે પણ એમનું લેખન વર્ષો અગાઉ નાટ્યક્ષેત્રે શરૂ થયું હતું. 1981 સુધી તારકભાઈએ નાટકો લખ્યા. મજાની વાત છે કે,
તારકભાઈના તમામ અચીવમેન્ટસ વિશેની તારીખ અને સાલ ઈન્દુબેનને જાણે ગઈકાલની ઘટના હોય રીતે યાદ
છે.


મુંબઈમાં
27
વર્ષ સુધી સેન્ટ્રલ ગવર્નમેન્ટના ફિલ્મ્સ ડિવિઝનમાં કોમેન્ટ્રી રાઈટર તરીકે તારકભાઈ નોકરી કરતા હતાં. દિવસના ભાગે નોકરી અને રાત્રે તેમનું લેખનકાર્ય ચાલે. મુંબઈની ભાટિયા હૉસ્પિટલ નજીક એમનું રહેવાનું. પાડોશ પણ કેવો, આઠમા માળે જ્યોતિન્દ્ર દવે, ત્રીજા માળે હરીન્દ્ર દવે રહે. સ્નેહલ મજમુદાર અને ટીકુ તલસાણિયા પણ પાડોશી. જેઠાલાલનું પાત્ર એપાર્ટમેન્ટમાં
ધબકે. એક બેડરૂમ, હોલ, કિચનના ફલેટમાં દુનિયાને ઉંધા
ચશ્મા નાટક અને બાદમાં કૉલમનું સર્જન થતું રહ્યું. છેલ્લા બાવીસ વર્ષથી ટપુડાના સર્જક અમદાવાદ આવીને વસ્યા છે.યુગલની લવસ્ટોરી પણ દિલધડક છે. તારકભાઈના પહેલાં લગ્ન ઈલાબહેન સાથે થયાં હતાં. ઈલાબહેન સાથે ડિવોર્સ થયાં પછી ઈન્દુબેન
સાથે એમને પરિચય થયો. ઈન્દુબેન પોતાની નોકરી માટે મુંબઈ ઈન્ટરવ્યૂ આપવા ગયેલાં. એમનાં પપ્પાના મિત્રની દીકરી એટલે નાટ્ય જગતની જાણીતી અભિનેત્રી મીનળ પટેલ. બેંકમાં નોકરી કરતાં મીનળ પટેલ સાથે ઈન્ટરવ્યૂ આપ્યાની સાંજે એક નાટકના
રિહર્સલમાં જવાનું થયું. ત્યાં તારક મહેતા સાથે ઔપચારિક મુલાકાત થઈ. પછી તારકભાઈએ
મીનળબહેન અને બીજાં કોમન ફ્રેન્ડઝને ઈન્દુબેન વિશે પૂછપરછ કરી પણ માહિતી મળી નહીં.


ઈન્દુબેન
મુંબઈમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતાં. મુંબઈ પોર્ટ ટ્રસ્ટમાં નોકરી કરતાં. પેઈંગ ગેસ્ટ તરીકે રાખતાં અમ્માને નાટકોનો ભારે શોખ. ફરી ઈન્દુબેનનો પરિચય તારકભાઈ સાથે થયો. એક દિવસ તારકભાઈએ એમને ઘરે જમવા માટે નિમંત્રણ આપ્યું. વાતવાતમાં કહી પણ દીધું કે, મને તમારી સાથે જીવન વીતાવવામાં રસ છે. શું આપણે આગળ વિચારી શકીએ?

ઈન્દુબેન
કહે છે, ‘એમ તરત તો કેવી
રીતે હા પાડી શકાય? એમનાં છૂટાછેડા થયાને વરસ થાય ત્યાં
સુધી તો અમે લગ્ન પણ કરી શકીએ.
મેં વિચારવાનો સમય માગ્યો અને પછી પરિવારમાં વાત કરી. થોડાં દિવસો બાદ તારકભાઈની અને ઈલાબહેનની દીકરી ઈશાની હોસ્ટેલમાંથી વેકેશન ગાળવા માટે મુંબઈ આવી. સમયે તારકભાઈએ
ઈન્દુબેનને રસોઈ બનાવવા માટે ઘરે આવવા કહ્યું. પેઈંગ ગેસ્ટ તરીકે રહેતાં ઈન્દુબેન સવારે રસોઈ કરવા જાય, દોડમદોડ કરતા ઓફિસે પહોંચે અને ઓફિસેથી છૂટીને ફરી સાંજે જમવાનું બનાવવા જાય. ઈન્દુમાસી તરીકે સંબોધન કરતાં ઈશાની મહેતા સમયે લગભગ
બારેક વર્ષના હતાં. એમણે પપ્પાને કહ્યું, મારી ઈચ્છા છે કે, તમે ઈન્દુમાસી સાથે સેટ થઈ જાવ. તારકભાઈએ ઈન્દુબેનને પ્રપોઝ તો કરેલું પણ ઈન્દુબેને વિચારવામાં બે અઠવાડિયા જેટલો સમય લીધો. પછી એમણે
હા પાડી. ઈન્દુબેનના પરિવારજનોમાંથી સંબંધને મૂકસંમતિ
મળી ગઈ હતી. છૂટાછેડા પછી એક વર્ષ સુધી લગ્ન કરી શકાય
કાયદો હોવાથી
સમયે સિત્તેરની
સાલમાં ઈન્દુબેને બહુ બોલ્ડ કહી
શકાય એવું પગલું ભર્યું હતું. લિવ ઈન રીલેશનશીપ શબ્દ તો હમણાં આવ્યો. ઈન્દુબેન દિવસોમાં તારકભાઈ
સાથે લગ્ન કર્યાં વગર રહેવા લાગ્યાં.


ઈન્દુબેન
દિવસોની યાદમાં
ખોવાઈ ગયાં. કહે છે,
મારાં સસરા જનુભાઈએ મને હાથમાં કડકડતી એક એક રુપિયાની એવી અગિયાર નોટ શુકનપેટે આપી. જે નોટ હજુ મેં સાચવીને રાખી છે. નોટ આપીને
મારે માથે હાથ મૂક્યો અને કહ્યું કે, તમે ઘરની વહુ
નહીં દીકરી છો. જે દિવસે તારકે તમારું દિલ દુભાવ્યું દિવસે
ઘરમાં નહીં હોય પણ તમે તો હશો . મારાં સસરાના ગુસ્સા વિશે બધાં બહુ કહેતા પણ મને કદીય ઉંચા અવાજે એમણે કંઈ કહ્યું નથી.
મ્હેતાનું લખવાનું શરૂ થઈ ચૂકેલું. સસરા મ્હેતાના લખાણ વિશે કંઈ બોલતા પણ
એટલું કહેતા કે, લખેલું જીવાશે.’

ઈન્દુબેન
કહે છે, ‘ લખવાનું મ્હેતા માટે શિરમોર રહ્યું છે. મોટાભાગે એમનું લખવાનું રાત્રે શરૂ થાય.
કોઈ વખત જમીને લખે તો કોઈ વખત અડધી રાત્રે જમે. એક બેઠકે લખે. વિચારો સતત
ચાલતા રહે. દરેક લેખ ટુકડે ટુકડે લખાય. લેખની સૌથી પહેલી વાચક હું.


શરૂઆતમાં
હું એમનું લખેલું વાંચું તો મારાં ચહેરા ઉપર હાસ્યની એક પણ લકીર સુદ્ધાં દેખાય.’ એટલે મ્હેતા
મને કહે, ‘તું તો શરદબાબુની નાયિકા જેવી છો. ગંભીર…. તને મારું લખેલું વાંચીને હસવું નથી આવતું?’

હું
એમને પ્રત્યુત્તર આપતી કે, ‘ મારા રસનું
વાંચન નથી. હું તો ધર્મવીર ભારતીની વાચક. ‘એક ચદ્દર મૈલી સીઅનેગુનાહો કા દેવતાજેવી કૃતિઓની વાચક છું. વળી, મારાં પિયરમાં હિન્દી ભાષાના મેગેઝિન અને પુસ્તકો વધુ આવતાં. આથી લેખની શૈલી
માટે મારે મારી જાતને કેળવવી પડશે. જોકે હું બહુ થોડાં સમયમાં મ્હેતાના
લેખોની અને હ્યુમરની ફેન થઈ ગયેલી.’


લગ્ન
થયાં સમયે
મ્હેતાએ મને કહ્યું કે, મને તું મારી સાથે હંમેશાં જોઈએ. આથી તું નોકરી મૂકી દે. આઈએનટીના નાટકો હોય કે ક્યાંય પણ કોઈ પણ નિમંત્રણ હોય બધાંને ખબર હોય કે તારક મહેતા એકલા નહીં આવે. ઈન્દુબેન એમની સાથે હશે. સાથ
હજુ સુધી અકબંધ રહ્યો છે.


સાથ
પણ કેવો, લેખ માટે કોઈ વખત માહિતી જોઈએ તો તારકભાઈ ઈન્દુબેનને જગ્યાએ મોકલે.
ખારમાં કોઈ ડૉક્ટરને ત્યાં વેઈટ લોસ માટે અને યોગ કરવા માટે કેટલીક હિરોઈન આવતી હતી. રીના રોય, રેખા, સંધ્યા જેવી હિરોઈન ત્યાં આવીને શું કરે છે? કેવી મહેનત કરે છે એની માહિતી એકઠી કરવા માટે ઈન્દુબેન સ્લીમિંગ સેન્ટરમાં
જોડાયા હતાં. અને આવી
કેટલીય વખત ઈન્દુબેન તારકભાઈ માટે એમના રિપોર્ટર બન્યા છે.


ચિત્રલેખા
ગ્રૂપના મેગેઝિન બીજ
અને જી માટે પણ એમણે ખૂબ લખ્યું. ‘દુનિયાને ઉંધા ચશ્માકૉલમ પોપ્યુલર થવા માંડી પછી એમને
બીજી જગ્યાઓએ પણ ઓફર મળવા લાગી. ‘સુધામેગેઝિનમાં મારાં નામ સાથે કૉલમ પ્રકાશિત થતી. મહિલાઓના મેગેઝીનમાં તારક મહેતાની કૉલમ અસ્થાને લાગે એટલે એમણે મારાં
નામે લખવું શરૂ કર્યું.

થોડી
વાંચવી ગમે તેવી વાતો પણ ઈન્દુબેને શેર કરી છે. ભગવાનમાં માનવા માનવાની વાત
કરીને તેમણે જિંદગીની નાજુક પળો
વિશે વાત કરી. મ્હેતા ભગવાનની પૂજા અર્ચનામાં બહુ ભરોસો રાખે. પણ મને
આશાપુરા માતા ઉપર બહુ શ્રદ્ધા. 2007ની સાલ પછી અસંખ્યવાર હું માતાના મઢ આશાપુરા માતા પાસે શીશ ઝૂકાવવા અચૂક જાઉં છું. વાત એમ બની કે, ‘દુનિયાને ઉંધા ચશ્માનો એક લેખ વાંચીને કેટલાક લોકોનું દિલ દુભાયું. એક વાચક મને નામ યાદ નથી વારંવાર ફોન
કરીને મને કહે, તું માતાના મઢ જા તો અમે તમને બંનેને માફી આપીએ. બહુ ટેન્સ્ડ વાતાવરણ
હતું. હું તો બે અંગત બહેનપણીઓ સાથે ગાડી લઈને ઉપડી માતાના મઢ દર્શન કરવા. કોણ જાણે કેમ અમને એક પણ હોટેલમાં કોઈ ભાડેથી રુમ આપે. એક હોટેલના
માલિકને હકીકત ખબર હતી. અને એના
પિતા બંને મ્હેતાના ફેન. મને એમણે મદદ કરી. વળી, બાપ દીકરો
વિરોધ કરનારાઓની
કમ્યુનિટીના હતાં. પણ એમણે
અમને મદદ કરી. એમણે ઉતારો આપ્યો જગ્યાએથી માતાના
મઢ જઈને દર્શન કરીને પરત આવવામાં પાંચ કલાકનો સમય
લાગે એમ હતો. અમને જરૂર કરતા વધુ સમય લાગ્યો અને અમારો ફોન કેમેય લાગે નહીં. છેવટે સંપર્ક થયો ત્યારે લોકોને હાશ
થઈ.

માતાના
મઢ જઈને મેં તો માના દરબારમાં મારો ખોળો પાથર્યો. માની મૂર્તિ સામે જોઈને કહ્યું, મા પાસે તો દીકરી માગી શકેને? હું તો તારી પાસે ખોળો પાથરીને કહું છું કે માણસે કદીય
કોઈનું ખરાબ નથી ઈછ્યું. એની કસોટી કર મા.
તારી દીકરીને ખાલી
હાથે જવા દે
કંઈક તો જો મારી શ્રદ્ધા સામે….’


ઈન્દુબેન
કહે છે, મૂર્તિના પ્રભાવ
સામે મારી આંખોમાંથી ક્યારે અશ્રુધારા વહી નીકળી એનો મને અંદાજ રહ્યો. મારાં અસ્તિત્વમાં
એક હળવાશ ફેલાઈ ગઈ. માતાજીના મઢે મેં થોડી ભેંટ આપવાનું નક્કી કર્યું. રૂપિયા આપ્યાં સમયે કેશિયરે
પાવતી આપવાનો આગ્રહ કર્યો. મેં ના પાડી પણ એણે કહ્યું, માતાને જે ચઢાવો ચડે નામજોગ હોય
તમારે નામ તો લખાવવું પડશે. મેં લખાવ્યું
ઈન્દુ તારક મહેતા. એણે બે તાળાના ચશ્મા નાક પરથી સહેજ નીચે ઉતારીને મારી સામે જોયું. મેં વળતો જવાબ આપ્યો, હા નામ
છેજેમનું તમે વાંચ્યુ છેને , હા
નામ છે,
હું તેમની પત્ની છું. માતાજીએ મારામાં એક હિંમત ભરી દીધી હતી.


એક
વખત તારક મહેતા સિરીયલના આસિત મોદી અને એમના પત્ની સાથે વાત થયેલી. આશાપુરા માતાના મઢ ઉપરની મારી શ્રદ્ધા વિશે વાત કરી તો એમણે તરત કહ્યું કે,
ચાલો આપણે સૌ જઈએ. મ્હેતાને સાથે આવવા માટે મનાવવાનું કામ આસિતભાઈએ કર્યું. અમે બધાં સાથે ગયાં. પછી આસિતભાઈને
પણ આશાપુરા માતા ઉપર શ્રદ્ધા બેઠી. માતાના મઢ ઉપર તો તસવીરો લેવાની પણ મનાઈ. આસિતભાઈએ ત્યાં તારક મહેતા કા ઉલટા ચશ્માના શૂટિંગ માટે દરખાસ્ત મૂકી. માતાજીની ઈચ્છા હશે તો ટ્રસ્ટીઓની મિટીંગમાં
આસિતભાઈની પ્રપોઝલ મંજૂર થશે.


આપણને
સૌને યાદ છે, આશાપુરા માતાના
મઢમાં તારક મહેતા  કા
ઉલટા ચશ્માની ટીમ શૂટિંગ માટે ગયેલી. પછી અમે
ત્યાંના રાજા માટે આશાપુરા માતાનું મંદિર છે ત્યાં ગયેલાં. મંદિરે મ્હેતા
અમારી સાથે દર્શન કરવા આવેલાં. ત્યારે મેં માતાજીને મનોમન પ્રાર્થના કરી કે, તું અમારી ઉપર એવા આર્શીવાદ વરસાવ કે, એક દિવસ હું મ્હેતાના નામની ધજા તને ચડાવું. પછી તારક
મહેતા સિરીયલ એક પછી એક કિર્તીમાન સર કરવા લાગી.


ઈન્દુબેન
કહે છે, થોડાં સમય પછી માઘી નવરાત્રિમાં મને માતાજી સપનામાં આવ્યાં. મને પૂછ્યું, મારી ધજા ક્યાં છે. પહેલી વખત મને એમ કે મનમાં વિચારો બહુ ચાલે છે એટલે મા સપનામાં આવ્યાં હશે. પણ બીજે દિવસે, ત્રીજે દિવસે સિલસિલો ચાલુ
રહ્યો. પછી તો મેં માતાના મઢ ફોન કર્યો કે, મને મા સપનામાં આવે છે અને પૂછે છે, મારી ધજા ક્યાં છે? મારે ધજા ચડાવવી છે. ટ્રસ્ટીઓએ કહ્યું કે, નવરાત્રિમાં તો ધજા અમારી ચડે. એમાંય
તો જીર્ણોદ્ધાર પછીની નવરાત્રિ છે એમાં કોઈ ભક્તોને ધજા ચડાવવાની છૂટ નથી હોતી. હું તો નિરાશ થઈ ગઈ. બાજુ મા
મને સપનામાં આવે. પછી એક
દિવસ ત્યાંથી ફોન આવ્યો કે, એક કામ કરો પહેલા નોરતેથી સાત દિવસ સુધી તમારી ધજા અમે ચડાવી શકીએ. આઠમના અમારી ધજા ચડશે. તાબડતોબ અમે બે ગાડી કરીને આશાપુરા માતાના મઢ ગયા અને ધજા ચડાવી.વાતચીત ચાલુ હતી ત્યાં તારક મહેતા
એપાર્ટમેન્ટના પટાંગણમાં ફ્રેશ થઈને આવી ગયા. સાથોસાથ શંકર પણ આવ્યો. શંકર આજકાલ નાદુરસ્ત રહેતા તારકભાઈની સાર સંભાળ લે છે. ઘરકામ પણ કરે. એને પૂછ્યું, તું કોને ત્યાં કામ કરે છે એની ખબર છે? ઝાડું એક સાઈડ મૂકીને ઊભડક પગે બેસીને એણે કહ્યું, ‘હા ખબર છેને, સિરીયલ આવે
છેને સાએબ છે.
મારા દીકરાના લગનમાં સાએબ આવેલાંને મારો તો વટ્ટ પડી ગયો. અમે સપાટ (ફલેટ) ટીવી લીધું છે સાએબની સિરીયલ જોવા માટે.’ આટલી વાત કરીને એક ગૌરવસભર લાગણી સાથે પોતાના કામે
વળગી ગયો.


વાત ચાલુ હતી ત્યાં તારકભાઈના દીકરી
ઈશાનીબેન આવ્યાં. એમને પૂછ્યું કે, તારકભાઈની એવી કઈ વાત જે તમને યાદ છે? એમણે કહ્યું કે, ‘33 વર્ષથી તો અમેરિકા રહું છું અને નાની હતી ત્યારે હોસ્ટેલમાં રહીને ભણતી હતી આથી એમની ક્રિએટીવિટી વિશે ખાસ કંઈ યાદ નથી. એમના લેખો વાંચતી રહું છું. હા, અમે મુંબઈ રહેતા ત્યારે હું લગભગ આઠેક વર્ષની હોઈશ. પપ્પા રાત્રે લખવા બેસે.
આખી રાત લાઈટ ચાલુ રહે. મારી રોજ રાતની એક કચકચ અને
ફરિયાદ હોયલાઈટ બંધ કરોલાઈટ બંધ કરો. મારા માટે સૌથી ગૌરવની પળ હતી પપ્પાને પદ્મશ્રી મળ્યો . એમની એંસીમી વર્ષગાંઠે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં 81 બુક્સનું વિમોચન અને સન્માન થયું મારા માટે
યાદગાર ક્ષણો છે. મારાં ટ્વિન્સ બાળકો સાથે વર્ષો પહેલાં અમે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા ગયેલાં. ત્યાં કોઈ ગુજરાતી પરિવાર મળ્યો. એમની સાથે ઓળખાણ થઈ અને એમને ખબર પડી કે, હું તારક મહેતાની દીકરી છું. તો લોકો એટલાં
એક્સાઈટ થઈ ગયેલાં કે અમેરિકાના શાંત વાતાવરણમાં ઉત્સાહની કિલકારીઓ વહાવી દીધી. મારી સાથે તસવીરો પાડવા માંડયા. મારાં બાળકો આવીને મને કહે છે, મમ્મી, તું સ્ટ્રેન્જર્સ સાથે ફોટા પડાવે છે. ત્યારે મેં એમને કહ્યું કે, દાદુના વાચક
છે. કોઈ અજાણ્યા લોકો નથી.’


ઈન્દુબેન
હસતાહસતા કહે છે, ‘મને તો ફુલ લાઈટ હોય તો પણ ઊંઘ આવી જાય.’ છેલ્લે તારકભાઈ વિશે
એટલું કહે છે,
મળી ત્યારથી મને મ્હેતાની નિખાલસતા સૌથી સ્પર્શી છે. એમની જિંદગીમાં
કદીય કોઈનું ખરાબ નથી બોલ્યાં. કદી કોઈની ઈર્ષ્યા નથી કરી. એમનાં ફિલ્ડના અનેક
લોકો જ્યારે જ્યારે સારું લખે કે બોલે ત્યારે મ્હેતા એમના દિલથી વખાણ કરે અને અપ્રિશિયેટ કરે. મ્હેતા જેવો ઉમદા માણસ મળવો મુશ્કેલ છે.’

પીપળાના વૃક્ષનું પુજન કરવાથી જીવનના કષ્ટ દુર થાય છે
પીપળાના વૃક્ષનું પુજન કરવાથી જીવનના કષ્ટ દુર થાય છે
By Viral Joshi
દુધનો રંગ કેમ સફેદ હોય છે?
દુધનો રંગ કેમ સફેદ હોય છે?
By Viral Joshi
અનિલ અંબાણીનું 5 હજાર કરોડનું ઘર,  મુકેશ અંબાણીના ઘરથી નથી સહેજ પણ કમ
અનિલ અંબાણીનું 5 હજાર કરોડનું ઘર, મુકેશ અંબાણીના ઘરથી નથી સહેજ પણ કમ
By Vishal Dave
Sofia Ansari એ ઈન્ટરનેટ પર બોલ્ડનેસની તમામ હદો પાર કરી
Sofia Ansari એ ઈન્ટરનેટ પર બોલ્ડનેસની તમામ હદો પાર કરી
By Hardik Shah
ભારતના આ શહેરોમાં છે ટ્રાફિકજામની સૌથી વધુ સમસ્યા
ભારતના આ શહેરોમાં છે ટ્રાફિકજામની સૌથી વધુ સમસ્યા
By Vishal Dave
જુઓ, ઓડિશા રેલ અકસ્માતના હૃદયદ્રાવક દ્રશ્યો
જુઓ, ઓડિશા રેલ અકસ્માતના હૃદયદ્રાવક દ્રશ્યો
By Viral Joshi
બિકીની ટોપ પહેરી બીચ પર સુરભિ જ્યોતિએ આપ્યો સુંદર પોઝ
બિકીની ટોપ પહેરી બીચ પર સુરભિ જ્યોતિએ આપ્યો સુંદર પોઝ
By Hiren Dave
શું છે વાયરલ કહેવત 2 જૂનની રોટલીનો અર્થ
શું છે વાયરલ કહેવત 2 જૂનની રોટલીનો અર્થ
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

પીપળાના વૃક્ષનું પુજન કરવાથી જીવનના કષ્ટ દુર થાય છે દુધનો રંગ કેમ સફેદ હોય છે? અનિલ અંબાણીનું 5 હજાર કરોડનું ઘર, મુકેશ અંબાણીના ઘરથી નથી સહેજ પણ કમ Sofia Ansari એ ઈન્ટરનેટ પર બોલ્ડનેસની તમામ હદો પાર કરી ભારતના આ શહેરોમાં છે ટ્રાફિકજામની સૌથી વધુ સમસ્યા જુઓ, ઓડિશા રેલ અકસ્માતના હૃદયદ્રાવક દ્રશ્યો બિકીની ટોપ પહેરી બીચ પર સુરભિ જ્યોતિએ આપ્યો સુંદર પોઝ શું છે વાયરલ કહેવત 2 જૂનની રોટલીનો અર્થ