12

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ હવે મજબૂત થવા એડીચોટીનું જોર લગાવી રહી છે.સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ 2017ની જેમ 2022માં પણ પાટીદાર નેતાને કમાન સોંપી શકે છે. 2017 કરતા સારા પરિણામ માટે કોંગ્રેસ પાટીદારને આગળ કરવાનો તખ્તો તૈયાર કરી ચૂકી છે. કારણ કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલનની અસરને કારણે સારો દેખાવ કર્યો હતો. પરંતુ આ વખતે પણ કોંગ્રેસ પટેલ ફેક્ટરને રીઝવવા નરેશ પટેલ, અલ્પેશ કથીરિયાને ખુલ્લુ આમંત્રણ પણ આપી ચૂકી છે તો જૂના જોગીઓને પણ કોંગ્રેસમાં પરત લાવવા સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે
નરેશ પટેલની રાજકારણમાં જોડાવવાની જાહેરાત, તો કોંગ્રેસનો આવકાર
2017માં પાટીદાર આંદોલનની અસરથી ભાજપને ફટકો પડ્યો હતો સૌરાષ્ટ્રના બે જિલ્લામાં ભાજપને એક પણ બેઠક ન મળી હતી ત્યારે 2022 માટે નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા પાટીદાર ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. હાલ નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે અને પાટીદારોમાં સારું પ્રભુત્વ ધરાવે છે હાલ તો નરેશ પટેલનો રાજકીય પ્રવેશ નક્કી માનવામાં આવી રહ્યો છે. પાટીદાર સમાજ સામેના જૂના કેસ પરત ખેંચવા નરેશ પટેલે અનેક વખત સરકારને પણ રજુઆત કરી હતી.

બીજી તરફ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની પટેલએ પણ નરેશ પટેલ સાથે ચર્ચા કરી હતી. આમ તો રાજકારણમાં કશું જ નક્કી નથી હોતું ત્યારે નરેશ પટેલનો અંતિમ નિર્ણય શુ હશે તે જોવાનું રહ્યું.