12

અમદાવાદના શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટમાં પંજાબના જવાને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ગુરજયપાલ સિંહ નામના જવાને પોતાની જ રાઈફલ વડે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અને આત્મહત્યા કરનાર આર્મી જવાન ગુરજયપાલ સિંહના મૃતદેહનો કબ્જો મેળવી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ જવાન ગુરજયપાલ ડ્યુટી પરથી ઘરે આવી પોતાની રાઇફલથી ગોળી મારી આત્મહત્યા કરી છે. જો કે આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે. હાલ શાહીબાગ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.