55

ફી ભરવા છતાં વિદ્યાર્થીઓને અસુવિધાઓ ભોગવવી પડે છે. જેને લઈને NSUI દ્વારા અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સાયન્સ અને BCA કોલેજમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. NSUIના નેતા તિલકરામ તિવારીએ કરેલી RTIમાં સંતોષજનક જવાબ ન હતો અપાયો. NSUI હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં અને તેમના પ્રશ્નોના હલ કરવા માટે કામ કરતું હોય છે. વિદ્યાર્થીઓને ફી ભરેલી હોવા છતાં તેમને યોગ્ય સુવિધાઓ મળતી ન હતી. વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની માંગ ન સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી NSUIએ ઉચ્ચારી છે.