58
ગુજરાતમાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે હવે લોકગાયકો પણ આગળ આવ્યા છે. ત્યારે લોકગાયિકા ગીતા રબારી દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવું નિવેદન આપ્યું હતું. ગીતા રબારીએ કહ્યું હતું કે, ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે જરૂરી છે. હું હંમેશાં ધર્મની પડખે ઊભી રહીશ. મહત્વનું છે કે, ગઈકાલે કિશન ભરવાડની હત્યા મામલે લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને માયાભાઈ આહીર સહિતના કલાકારો આગળ આવ્યા હતા અને પોતાનો મત રજૂ કર્યો હતો.