Download Apps
Home » બીજા તબક્કામાં આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન, જુઓ તસવીરો

બીજા તબક્કામાં આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન, જુઓ તસવીરો

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બીજા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 50.51% મતદાન નોંધાયું છે. બીજા તબક્કામાં પણ લોકશાહીની મજબૂત તસવીરો જોવા મળી છે. આજે સવારથી જ મતદાન મથકોમાં મતદારોની લાઈનો જોવા મળી રહી છે. બપોર બાદથી ધીરે-ધીરે મતદાનની ગતી વધી રહી છે જે ખુબ સારી વાત છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પણ લોકોને મતદાન માટે અપીલ કરે છે. 
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું છે. પીએમ મોદીએ મતદાન મથકમાં એક સામાન્ય નાગરિકની જેમ મતદાન કર્યું હતું. સાબરમતી મતવિસ્તાર પીએમ મોદીને જોવા માટે લોકોની ભીડ ઉમટી હતી.પીએમ મોદી સાબરમતી વિધાનસભા બેઠકના મતદાર છે. ત્યાં ભાજપ ના ઉમેદવાર તરીકે  હર્ષદભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે.
માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શીલજ બુથ પર મતદાન કર્યુ હતું. CM ભૂપેન્દ્ર પટેલ ઢોલ-નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા છે. સાથે સમર્થકો માથે કેસરિયા સાફા ધારણ કરી પહોંચ્યા હતા. જોકે, આ બાદ ભૂપેન્દ્ર પટેલે મત આપીને ચાની કિટલી પર ચાની ચૂસ્કી લગાવતા જોવા મળ્યા હતા. 
ગુજરાતની આ ચૂંટણીમાં દિગ્ગજો પણ મતદાન કરી રહ્યા છે.ત્યારે ગૃહપ્રધાનશ્રી અમિત શાહે પણ પરિવાર સાથે નારણપુરામાં મતદાન કર્યું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદના નારાણપુરા વિસ્તારના મતદાન મથક પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 
હાર્દિક પટેલે પોતાના ગામ ચંદ્રનગરની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. હાર્દિક પટેલે મતદાન બાદ કહ્યુ હતું કે આ વિસ્તારમાં ભાજપ જીતશે.વિરમગામ જિલ્લો બને તે માટેના મારા પ્રયાસો રહેશે.


ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન મથક 95 શિલજ અનુપમ સ્કૂલ ખાતે મતદાન કર્યું
પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ ઢોલ નગારા સાથે મહેસાણામાં કડીની સંસ્કાર કેન્દ્ર શાળા ખાતે મતદાન કર્યું હતું અને  ગુજરાતમાં જંગી બહુમતી સાથે જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓ ઢોલ નગારા સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા ઈસુદાન ગઢવીએ મત આપ્યા પછી કહ્યું કે ગુજરાતની જનતાએ મતદાન કરવું જરૂરી છે. લોકશાહીના પર્વમાં મતદાન કરવું જ જોઈએ.




કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદના નરોડા ખાતે મતદાન કર્યુ અને મતદાન બાદ જગદિશ ઠાકોરે જીતનો દાવો કર્યો હતો. 
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ બીજા તબક્કાના મતદાનના પ્રારંભે ગાંધીનગર ના સેક્ટર 9 ખાતે આવેલા બુથ નંબર 144 ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું.પતિ અને પુત્રી સાથે પહોંચેલા પી. ભારતી ની પુત્રી ઇશાએ પ્રથમ વખત મતદાન કર્યું હતું. બુથ નં.144 ખાતે મતદારોને આવકારવા ખાસ લાલ જાજમ બિછાવાઈ હતી. મતદારોને પ્રવેશદ્વાર પાસે ગુલાબનું ફૂલ અપાતું હતું અને લોકશાહી ના પર્વની ઝાખી કરાવતી ખાસ રંગોળી પણ આ બુથ ખાતે બનાવવામાં આવી હતી. પી. ભારતી અને તેમના પરિવાર ને પણ ગુલાબ નું ફુલ આપી આવકારાયા હતા. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
By Hardik Shah
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ?
By Hardik Shah
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા
By VIMAL PRAJAPATI
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો
By Vipul Pandya
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ
By Hiren Dave
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક
By Vipul Sen
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
તમને ખબર નહીં હોય પણ આ BLOCKBUSTER ફિલ્મો પુસ્તક ઉપર આધારિત છે, જુઓ લિસ્ટ આ વેજ ફૂડમાં હોય છે નોન વેજ કરતાં પણ વધારે પોષણ, જુઓ લિસ્ટ T20 World Cup માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન IPL માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમો કઇ? COVID-19 Survey Report માં બાળકોને લઈ WHO ના ચોંકાવનારા ખુલાસા નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટની ફી જાણી ચોંકી જશો ‘અનુપમા’ની ડિમ્પીના બ્રાલેસ તસવીરોએ મચાવી ધૂમ બોલિવૂડ અભિનેત્રીઓથી પણ જબરદસ્ત છે આ ભોજપુરી એક્ટ્રેસનો હોટલૂક