
દેશનાં
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેમા નેતાઓનાં નિવેદન ખાસ કરીને
અન્ય પાર્ટીઓનાં નેતાઓ પર આરોપ-પ્રત્યારોપ સતત વધી રહ્યા છે. તેવામાં થોડા દિવસો
પહેલા ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એક રેલી દરમિયાન અમુક એવા શબ્દોનું
ઉચ્ચારણ કર્યુ હતુ જે પગલે હવે તેમના પર કડક કાર્યવાહી થઇ રહી હોવાનુ સામે આવી
રહ્યુ છે.
રાહુલ
ગાંધી પર કરી હતી આકરી ટીકા
ઉત્તરાખંડમાં ભાજપ માટે તાજેતરની ચૂંટણી રેલીને
સંબોધતા સરમાએ 2016ની સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવતા અને સર્જિકલ સ્ટ્રાઈકનાં
પુરાવાની માંગણી કરવા બદલ રાહુલ ગાંધીની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતુ કે,
કોંગ્રેસ અને તેમના નેતાઓ વારંવાર સેનાની કાર્યવાહી પર સવાલ ઉઠાવે છે અને પુરાવા
માંગે છે, ભાજપે ક્યારે પૂછ્યું છે કે શું રાહુલ ગાંધી રાજીવ
ગાંધીનાં પુત્ર છે? આ નિવેદનને કોંગ્રેસનાં અનેક નેતાઓએ વખોડી કાઢ્યો
હતો. ઉત્તરાખંડમાં એક રેલીમાં સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા આસામનાં મુખ્યમંત્રીએ
કહ્યું કે, જ્યારે સેનાએ કહ્યું કે તેઓએ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે ત્યારે રાહુલ
ગાંધીએ સેના પાસે સર્જિકલ સ્ટ્રાઈકનાં પુરાવા માંગ્યા. શું અમે ક્યારેય રાહુલ
ગાંધી પાસેથી પુરાવા માંગ્યા છે કે તેમના પિતા રાજીવ ગાંધી છે? આ
નિવેદન પર હવે કોંગ્રેસ પક્ષ ભાજપ પર હાવી થતો નજરે ચઢી રહ્યો છે. આસામમાં કોંગ્રેસનાં નેતા ગૌરવ ગોગોઈએ ટ્વીટ કર્યું કે, “આ આસામની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી ભાષા નથી
પરંતુ તે હત્યા, સિન્ડિકેટ અને માફિયાઓ સાથે સંકળાયેલા લોકો માટે
સામાન્ય છે.”
A case registered against Assam CM Himanta Biswa Sarma under sections 504 & 505 (2) of IPC in Hyderabad city following the complaint filed by TPCC president & MP Malkajgiri A Revanth Reddy for his recent father-son remarks against Rahul Gandhi, police said.
— ANI (@ANI) February 16, 2022
જિન્નાહની આત્મા રાહુલ ગાંધીમાં પ્રવેશી
આ સમગ્ર મામલે વિરોધ વંટોળે ચઢતા સરમાએ કહ્યું કે અમે
કહ્યું હતું કે જિન્નાહની આત્મા રાહુલ ગાંધીમાં પ્રવેશી છે. તેમણે કહ્યું કે,
કોંગ્રેસનાં નેતાની ભાષા 1947 પહેલાનાં મોહમ્મદ અલી જિન્નાહ જેવી જ છે. તેઓ એક
રીતે આધુનિક સમયનાં જિન્નાહ છે. જિન્નાહની આત્મા તેમનામાં પ્રવેશી હોય તેવું લાગે
છે. CM સરમાએ કહ્યું હતું કે, કોંગ્રેસે એક ઈકોસિસ્ટમ બનાવી છે
અને આ ઈકોસિસ્ટમનાં લોકો દેશ વિરુદ્ધ કંઈ પણ સહન કરી શકે છે, પરંતુ તેઓ ગાંધી પરિવાર વિરુદ્ધ કંઈપણ સહન નહીં કરે.
આજે તેમને સાંભળનાર કોઈ નથી. લોકોએ દેશ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ, કોઈ ચોક્કસ પરિવાર પ્રત્યે નહીં.