15

ઝારખંડની ધનબાદ જુવેનાઇલ કોર્ટે મર્ડર કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બહુચર્ચિત સૌરવ હત્યાકાંડ પ્રકરણે જારખંડની જ્યુવેનાઈલ કોર્ટે સૌપ્રથમવાર સગીરોને ઉમર કેદની આકરી સજાનો નિર્દેશ કર્યો છે. એટલું જ નહીં, કોર્ટે સગીર અપરાધીઓને 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે. ઝારખંડની જુવેનાઇલ કોર્ટે કાયદાના સંઘર્ષમાં આવતા આરોપીઓને હત્યાના કેસમાં દોષિત સાબિત કર્યાં છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015ના કાયદા મુજબ આ સગીર આરોપીઓને કોર્ટે દોષિત ગણ્યા છે. દોષિત સગીર આરોપીઓ પર આરોપ છે કે તેમણે છોકરીની છેડતીનો વિરોધ કરનારા તેના ભાઈને જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. કોર્ટના આ ઐતિહાસિક નિર્દેશથી ખળભળાટ મચી ગયો છે.