Download Apps
Home » Jitu Vaghani : ચૂંટણી ટાણે નોનસ્ટોપ વાણીવિલાસ! હવે જીતુ વાઘાણીએ કર્યો બફાટ, જુઓ Video

Jitu Vaghani : ચૂંટણી ટાણે નોનસ્ટોપ વાણીવિલાસ! હવે જીતુ વાઘાણીએ કર્યો બફાટ, જુઓ Video

રાજ્યમાં લોકસભા ચૂંટણીનો (Lok Sabha elections 2024) માહોલ ગરમાયો છે. તમામ ઉમેદવારો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક નેતાઓનો નોનસ્ટોપ વાણીવિલાસ પણ સામે આવી રહ્યો છે. ભાજપ નેતા ભૂપત ભાયાણી, કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોર અને પ્રતાપ દુધાત બાદ હવે વધુ એક જાણીતા નેતાએ જાહેરમાં અશોભનીય શબ્દનો ઉપયોગ કર્યો છે. ભાજપ નેતા જીતુ વાઘાણીએ (Jitu Vaghani) કેશોદમાં જાહેર મંચ પરથી બફાટ માર્યાનો વીડિયો સામે આવ્યો છે, જેના પછી લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કેશોદ (Keshod) ખાતે ભાજપના લોકસભા ઉમેદવાર મનસુખ માંડવીયાના (Mansukh Mandaviya) પ્રચાર માટે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ (BJP) નેતા અને ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, પોતાના ભાષણમાં જીતુ વાઘાણીની જીભ લપસી હતી. તેમણે જાહેરમાં કહ્યું કે, ભારતના કેટલાક વિરોધી દેશો ચૂંટણીમાં સક્રિય થયા છે. ભારત આગળ ના આવે તે માટે તેઓ ષડયંત્ર કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, ભારત વિરોધી આવા દેશો ‘બબુચક સરકાર’ લાવવા માગે છે. જીતુ વાઘાણીના (Jitu Vaghani) આ વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેના પણ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અગાઉ ભૂપત ભાયાણી, ગેનીબેન અને પ્રતાપ દુધાતે કર્યો હતો વાણીવિલાસ

ઉલ્લેખનીય છે કે ચૂંટણી આવે ત્યારે અલગ અલગ પાર્ટીના નેતાઓ એક-બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતા હોય છે. રાજ્યમાં પણ જાહેરમંચ પરથી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા એક બીજા પર શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે. જીતુ વાઘાણી પહેલા ભાજપ નેતા ભૂપત ભાયાણી (Bhupat Bhayani), કોંગ્રેસના (Congress) ગેનીબેન ઠાકોર (Geniben Thakor) અને પ્રતાપ દુધાતે પણ જાહેર મંચ પરથી વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. પરંતુ, સવાલ એ થાય છે કે શું અશોભનીય શબ્દો બોલવાથી આવા નેતાઓએ જનતા મત આપશે? શું જાહેર મંચ પરથી આ પ્રકારની હરકતોને જનતા સ્વીકારશે ?

આ પણ વાંચો – Bhupat Bhayani : રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી ભૂપત ભાયાણીને ભારે પડી ! વાંચો અહેવાલ

આ પણ વાંચો – ભાન ભૂલ્યા ગેનીબેન ઠાકોર! જાણો જાહેર સભામાં કોને આપી ધમકી

આ પણ વાંચો – વિરુદ્ધ પોલીસ ફરિયાદ! કોંગ્રેસ હાઈકમાન્ડ પણ લાલઘૂમ, પ્રતાપ દૂધાતના આકરા પ્રહાર!

IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય!
IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય!
By Harsh Bhatt
Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો
Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો
By Harsh Bhatt
દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ
દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ
By Hardik Shah
શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન !
શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન !
By Vipul Sen
વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર
વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર
By Hardik Shah
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર
By VIMAL PRAJAPATI
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર
By Harsh Bhatt
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ROHIT SHARMA નો આ રેકોર્ડ તોડવો હવે અશક્ય! Diet સાથે જોડાયેલી આ Myths વિશે તમને નહીં ખબર હોય , અત્યારે જ જાણો દીકરીના ઉંમરની દેખાતી શ્વેતા તિવારીએ લગાવી પાણીમાં આગ શું તમને પણ AC વગર નથી ચાલતું ? જાણી લો AC ની હવાથી થતાં નુકસાન ! વિશ્વના આ 10 દેશ લાગે છે સૌથી સુંદર રશિયાના મોસ્કોમાં 100 વર્ષોથી સચવાયેલું છે આ નેતાનું પાર્થિવ શરીર ગરમી દૂર કરવા સોફ્ટ ડ્રિંક પીશો તો સ્વાસ્થ્ય ઉપર થઈ શકે છે આ ગંભીર અસર NASA એ સૌરમંડળના ગ્રહોની અદભુત તસવીરો શેર કરી