Download Apps
Home » ગુજરાતનો સૌથી મોટો મ્યુઝિકલ મલ્ટી મીડિયા શો, જેમાં લાગે કે જાણે સાક્ષાત શહીદો મળવા આવ્યા છે

ગુજરાતનો સૌથી મોટો મ્યુઝિકલ મલ્ટી મીડિયા શો, જેમાં લાગે કે જાણે સાક્ષાત શહીદો મળવા આવ્યા છે

તમે ક્યારેય દેશદાઝને જાઇ છે? તમને ખબર છે કે દેશભક્તિ કેવી દેખાય છે? તમને થશે કે દેશદાઝ અને દેશભક્તિ એ તો લાગણી છે, તેનું મૂર્ત સ્વરુપ થોડું હોય, તેને થોડી જાઇ શકાય? પરંતુ અમદાવાદ શહેરના હજારો લોકોએ દેશભક્તિને જાઇ છે. લોકોએ જાયું કે દેશદાઝ કેવી હોય છે. અલબત્ત આ હજારો લોકો પણ આ દેશભક્તિ અને દેશદાઝની આભા અને આકૃતિનો જ ભાગ હતા. શહીદ દિવસના અવસર પર ૨૩ માર્ચ અને ૨૪ માર્ચ એમ બે દિવસ શહેરના બે અલગ અલગ સ્થળે એક ઐતિહાસિક અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો. જેનો ભાગ બનનારા તમામ લોકો એવું કહી શકે કે તેમણે દેશભક્તિ જોઇ છે અને રગેરગમાં અનુભવી છે. 
આ કાર્યક્રમ એટલે ‘વીરાંજલિ’. ગુજરાતનો સૌથી મોટો મ્યુઝિકલ મલ્ટી મીડિયા શો. તેમાં પણ મા ભારતીની આઝાદી માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરનારા ક્રાંતિવીરોની કથા કહેતો પહેલો ગુજરાતી શો. ભાજપના નેતા પ્રદિપસિંહ વાઘેલા દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી પોતાના ગામ બકરાણા (સાણંદ)માં શહીદ દિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવતી હતી. ત્યારબાદ તેમણે આ ઉજવણીને મોટું સ્વરુપ આપવાનું વિચાર્યું. જેથી શહીદોની વાત ગુજરાતના દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શકાય. જેના ફળસ્વરુપ આ ‘વીરાંજલિ’ કાર્યક્રમનું સર્જન થયું. લોકપ્રિય કલાકાર સાંઇરામ દવે લિખિત તથા અભિનિત અને વિરલ રાચ્છ દિગ્દર્શિત આ શોની અંદર ૧૦૦ કરતા પણ વધારે કલાકારો જાડાયેલા છે. જેઓ સ્ટેજ પર આવે ત્યારે એવું લાગે કે જાણે શહીદો અને ક્રાંતિવીરો આપણને મળવા માટે આવ્યા છે.
આવા ભવ્ય શોનું પહેલું મંચન ૨૩ માર્ચના દિવસે કર્ણાવતી ક્લબ ખાતે થયું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા અને આ કાર્યક્રમ જાઇને અવાક્‌ રહી ગયા. ત્યારબાદ બીજા શો અમદાવાદ પૂર્વના નિકોલ વિસ્તારમાં થયો. ત્યાં પણ મુખ્યમંત્રી સહિતના લોકો હાજર રહ્યા. હજારોની સંખ્યામાં જનમેદની. જ્યાં સુધી નજર નાંખો ત્યાં સુધી કાળા માથા દેખાય. કોરોના મહામારી બાદ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં દર્શકો અને કલાકારો રુબરુ થયા. વંદે માતરમ અને ભારત માતા કી જયના ગગનભેદી નારા સાથે લોકોએ આ શોને વધાવી લીધો.
‘વતનને કાજે મરનારાની ક્રાંતિ કથા સ્મરાંજલિ,
વીરોને અંજલિ, વંદન વીરાંજલિ’
વીરાંજલિ, એટલે કે વતન માટે પોતાના પ્રાણનું બલિદાન આપનારા વીરોને શબ્દ રુપી, સ્મરણરુપી અંજલિ. એક અદ્‌ભુત કાર્યક્રમ, જે શરુઆતથી અંત સુધી પ્રેક્ષકોને જકડીને રાખે છે. કાર્યક્રમ દરમિયાન દર ત્રીજી કે ચોથી મિનિટે તમારા રુંવાડા બેઠા થઇ જાય. ક્યારેક જુસ્સો ચડી જાય તો વળી ક્યારેક આંખની કોર ભીની પણ થાય. સ્ટેજ પર ફરતા પાત્રો, ઘટનાઓની સાથે સાથે તમારા હ્રદયમાં પણ નવી નવી લાગણીઓનો સંચાર થાય. ક્યારેક વાહ, ક્યારેક આહ તો ક્યારેક દાદ અને તાળીઓનો ગડગડાટ.
મેડમ કામા, સરદારસિંહ રાણા, રાણી લક્ષ્મીબાઇ, મૂળુ માણેક, દેવુ માણેક, ચંદ્રશેખર આઝાદ, શહીદ-એ-આઝમ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ જેવા ક્રાંતિકારીઓના પાત્રોનું અને તેમની સાથે જાડાયેલી ઘટનાઓનું આબેહૂબ નિરુપણ. તથ્યોને કેન્દ્રમાં રાખીને તેની આસપાસ સુંદર રીતે ક્યાંક કલ્પાનાઓેને પણ વાચા આપવામાં આવી છે. જેને જાયા બાદ જાણે કે એમ જ થાય કે હકીકતમાં આવું જ થયું હશે. ઝાંસીની રાણી લક્ષ્મી બાઇ વિશે ગુજરાતી ગીત ક્યારેય સાંભળ્યું છે? શહીદ ભગતસિંહ વિશેનો ગુજરાતી રાસડો અને દુહા સાંભળ્યા છે ક્યારેય? આ બંને સવાલનો જવાબ ના છે. પરંતુ આ બંને વસ્તુ તમને આ વીરાજંલિ કાર્યક્રમમાં સાંભળવા મળશે. માટે જ આ કાર્યક્રમ ઐતિહાસિક છે.
‘…મુગલો બાદ ફિરંગી આવ્યા, થાનક લઇ દોરંગી આવ્યા
વીરોને ફાંસી લટકાવ્યા, તોય ફિરંગી બોવ ના ફાવ્યા
આઝાદીના સપના આવ્યા, મોતને હસતે મોંએ વધાવ્યા
ક્રાંતિવીરો આઝાદીની મશાલ છે, વીરોને કાં ભૂલ્યા એ જ સવાલ છે…’
ગુલામીની બેડીઓને તોડવા માટે શરુ થયેલા આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના મૂળ ૧૮૫૭માં રહેલા છે. ત્યારથી લઇને દેશ આઝાદ થયો ત્યાં સુધી, એટલે કે ૧૯૪૭ સુધીમાં લાખો લોકોએ આઝાદીની લડત માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. આ તમામ શહીદો અને તેમની શહાદતનો એક માત્ર સાક્ષી એવો આપણો તિરંગો. વીરાંજલિ કાર્યક્રમમાં તિરંગો વીર ક્રાંતિવીરોની વાત કહે છે. જાણીતા અને પ્રસિદ્ધ ક્રાંતિવીરો તો ખરા જ, પરંતુ સાથે અજાણ્યા કે ખૂબ જ ઓછા જાણીતા ક્રાંતિવીરોની પણ વાત આવે. જે જાણ્યા પછી આપણને પોતાને અફસોસ થાય અને શરમ પણ કે આ વાત આપણને અત્યાર સુધી કેમ ખબર નહોતી?
આઝાદ ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ કેવો હશે? વિદેશની ધરતી પર બે ભારતીય નાગરિકોએ તેની કલ્પના કરી. આ ભારતીય એટલે સરદારસિંહ રાણા અને મેડમ ભીખાજી રુસ્તમજી કામા. તેમની વાત સાથે શરુ થતા આ કાર્યક્રમની અંદર દરેક કલાકારે જીવ રેડ્યો છે. ‘ખૂબ લડી મર્દાની થી, ઝાંસી વાલી રાની થી’ આ હિન્દી પંક્તિ તો આપણે બધાએ સાંભળી છે. તેવામાં આ કાર્યક્રમામાં ઝાંસીની રાણી વિશે ગુજરાતી ગીતો સાંભળવા મળે છે. જેને સાંભળવા માત્રથી જોમ ચડી જાય છે.
‘ફિરંગીઓ પર ફરે, જેમ સિંહણથી હરણા ડરે
સદાય શિવાજી રાજે સ્મરે, ફિરંગી ફોજ ફફડતી
સાહસને સંચરે, પરાક્રમથી એ પગલા ભરે
મોતથી મર્યા પછી ના મરે, વતનની વીજ ઝબૂકતી’
સ્ટેજ પર જાણે કે ઝાંસી ઉભું કરવામાં આવ્યું હોય તેવું લાગે છે. અંગ્રેજો સાથેની લડાઇ અને હર હર મહાદેવના નાદ ગુંજે છે. જ્યારે રાણી લક્ષ્મીબાઇ બોલે કે ‘હું વિધવા થઇ છું પરંતુ મારી ઝાંસી સુહાગણ છે અને રહેશે’ અથવા તો ‘લક્ષ્મીબાઇ રાખ થઇ જશે, પરંતુ અંગ્રેજાના હાથ નહીં આવે’ ત્યારે હ્રદયમાં કંપારી છૂટતી અનુભવાય. જ્યારે ગંગાદાસની ઝૂંપડીમાં રાણી જીવતા અગ્નિસ્નાન કરે ત્યારે આંખો ભીની થયા વગર ના રહે. અને ત્યારે સાંઇરામ લખે કે,
‘લખમી તારી લાશ બળવા છતાંય બળી નહીં,
ઓલા ફિરંગીઓને ફાંસ કંઠમાં કાયમ કણસતી’


દ્વારકાના વાઘેર ક્ષત્રિયો મુળુ માણેક અને દેવુભા માણેક, રત્નાજી અને રંગાજી ઠાકોર, જીવાભાઇ ઠાકોર, ગરબડદાસ મુખી જેવા અજાણ્યા ક્રાંતિવીરોની વાત આવે. જેને આપણે ભૂલી ગયા છીએ. દાહોદના માનગઢના મેળામાં અંગ્રેજાએ કરેલી ૧૫૦૦ ભીલોની હત્યા, સાંબરકાંઠાના પાલચીતરીયામાં ૧૨૦૦ લોકોની હત્યા અને ચરોત્તરના ખાનપુરનો ફાંસિયો વડે પણ સ્ટેજ પર આવે. એવી ઘટનાઓ કે જેના વિશે મોટાભાગના લોકો અજાણ છે. કોઇને ખબર નથી કે આપણી આઝાદીના સંગ્રામની અંદર આપણા આસપાસના વિસ્તારોમાં પણ આવી ઘટનાઓ બની હતી.
ત્યારબાદ વાત આવે છે આઝાદીના બિલીપત્રની. ના ઓળખ્યા? આઝાદીનું બિલીપત્ર એટલે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ. ઘઉંની માફક પિસ્તોલનો પણ પાક ઉગશે એમ માનીને નાનકડો ભગત ખેતરમાં પિસ્તોલ વાવે છે. વીરાંજલિની બીજી ખાસિયત એ છે કે તેમાં આ ત્રણેય ક્રાંતિવીરોની માતાને રજૂ કરવામાં આવી છે. ભગતસિંહની માતા વિદ્યાવતી, રાજગુરુની માતા પાર્વતીબાઇ અને સુખદેવની માતા રલ્લીદેવી. તેમની સાથેના સંવાદ સાંભળીને કાળજુ કંપી ઉઠશે. જ્યારે ભગતસિંહ કહે ‘વિદ્યાવતીનો દીકરો ઇશ્ક લખે છે, ત્યારે કલમ ઇન્કલાબ લખે છે’.
ત્યારબાદ આવે છે આઝાદ, ચંદ્રશેખર આઝાદ. કાકોરી ટ્રેન લૂંટની ઘટના, એસેમ્બ્લી બોમ્બ અને ત્રણેય ક્રાંતિવીરોની ધરપકડ. જો મોત ભગતસિંહને મળવા આવી હોત તો તેમની વચ્ચે શું વાતો થઇ હોત? તે જાણવું હોય તો આ વીરંજલિ જોવું પડે. જો આઝાદ ભારતની પહેલી સરકાર ક્રાંતિકારીઓએ બનાવી હોત તો કોને ક્યા પદ મળત તે જાણવું હોય તો વીરાંજલિ જોવું પડે. ત્રણેય શહીદોની ફાંસી બાદ તેમની અડધી બળેલી લાશ પાસે તેમની માતાઓ પહોંચી હોત તો તેમની મનઃસ્થિતિ કેવી હોત તે જોવું હોય તો વીરાંજલિ જોવું પડે. 
‘મેરા રંગ દે બસંતી ચોલા..’,‘સરફરોશી કી તમન્ના….’ આ એ હિન્દી ગીતો છે જે ભગતસિંહ અને અન્ય શહીદ સાથે જોડાયેલા છે. જો કે મેઘાણીની એક રચનાને બાદ કરતા શહીદ ભગતસિંહ વિશે આપણા ગુજરાતીમાં એક પણ ગીત નથી. ત્યારે આ વીરાજંલિમાં સાંઇરામ દવેએ ભગત સિંહનો રાસડો લખ્યો છે. તેમના વિશે દુહા લખ્યા છે. જેની ઝલક અહીં નીચે આપવામાં આવી છે. આ સિવાય ઉપર પણ જેટલી પંક્તિઓ મુકવામાં આવી છે તેને પણ સાંઇરામ દવેએ લખી છે. 
‘ભારતીમાના ભાલે ઉગ્યો ભગત નામે ભાણ
માવડી હાટુ મોતને ભેટ્યો વાટે હજુ હિંદવાણ’
‘ભગત ક્રોધે ભભૂકયો, તઇ ગોરાના છૂટ્યા ગાઢ
તું તો આઝાદીનો એ અવાજ તું તો કાળ રે થયો કિશન રાઉત’
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
By Dhruv Parmar
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
By VIMAL PRAJAPATI
Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી
Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી
By VIMAL PRAJAPATI
OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ
OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી
શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી
By Dhruv Parmar
Pooja Bhalekar : પૂજા ભાલેકરે બ્લેક બિકીનીમાં પુલમાં લગાવી આગ
Pooja Bhalekar : પૂજા ભાલેકરે બ્લેક બિકીનીમાં પુલમાં લગાવી આગ
By Hiren Dave
બહેનના સંગીત પર ક્રિષ્ના રોમેન્ટિક થયો, પત્ની કાશ્મીરાને બધાની સામે Kiss કરી…
બહેનના સંગીત પર ક્રિષ્ના રોમેન્ટિક થયો, પત્ની કાશ્મીરાને બધાની સામે Kiss કરી…
By Dhruv Parmar
જાણો… કેમ કુતરાં અચાનક બાઈક-કારની પાછળ દોડે છે?
જાણો… કેમ કુતરાં અચાનક બાઈક-કારની પાછળ દોડે છે?
By Aviraj Bagda
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ? શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે? Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી Pooja Bhalekar : પૂજા ભાલેકરે બ્લેક બિકીનીમાં પુલમાં લગાવી આગ બહેનના સંગીત પર ક્રિષ્ના રોમેન્ટિક થયો, પત્ની કાશ્મીરાને બધાની સામે Kiss કરી… જાણો… કેમ કુતરાં અચાનક બાઈક-કારની પાછળ દોડે છે?