
અમદાવાદના ગોતા વિસ્તારમાં બ્રિજની નીચે AMCના પાર્કિંગ પ્લોટમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડને કોલ મળતા તાત્કાલિક ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચ્યા હતાં. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂરથી તેના ધૂમાડા દેખાતા હતાં. આગના કારણે વધુ નુકશાન ન થાય તે માટે કોલના પગલે ત્રણ ફાયર ફાઈટર સાથે અધિકારીઓનો 20 જેટલો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો