Home » અમદાવાદના વટવામાં ચૂંટણીને લઈને બબાલ, કોંગ્રેસ આગેવાનોની કારમાં તોડફોડ
અમદાવાદના વટવામાં ચૂંટણીને લઈને બબાલ, કોંગ્રેસ આગેવાનોની કારમાં તોડફોડ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
93
અમદાવાદની વટવા બેઠક પર ચૂંટણીલક્ષી બબાલ સામે આવી છે. વટવા વિસ્તારમાં આવતા સિંગરવા ગામે બબાલ થઈ છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની કારમાં તોડફોડ કરવામાં આવી છે. સાંજના સમયે ગાડીઓના કાચ તોડવામાં આવતા વાતાવરણ તંગ બન્યું છે. કેટલાક લોકોએ ટોળે વળીને હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે. જો કે ચૂંટણીને લઈને આ કોઈ પહેલી બબાલ નથી. આ પહેલા પણ ઘણી જગ્યાએ આવી નાનીમોટી બબાલો સામે આવી ચૂકી છે.
વટવા વિધાનસભા વિસ્તારમાં આવતા સિંગરવા ગામમાં સોમવારે સાંજે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર કેટલાક લોકોએ હુમલો કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના ઉમેદવાર બળવંતસિંહ ગઢવીએ કર્યો હતો. સિંગરવામાં સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થવાની થોડા સમય પહેલા બોગસ મતદાન થતું હોવાની માહિતી કોંગ્રેસને મળી હતી. જેથી ઉમેદવાર બળવંત ગઢવીના ભાઈ અને તેમના દીકરા તેમજ કાર્યકર્તાઓ ગામમાં પહોંચ્યા હતા અને મતદાન મથક પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થાય તેને લઇ અને ત્યાંના લોકોને જાણ કરી હતી.
સાંજે 5 વાગ્યે સમયસર મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તેને લઈ વાતચીત કર્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે ત્યાંથી પરત આવતા હતા. ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ ટોળેઓએ કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓની ગાડી પર હુમલો કર્યો હતો. પાઇપો અને લાકડીઓ વડે હુમલો કરી અને ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. આ હુમલાની ઘટનામાં ત્રણ લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં આ મામલે કાર્યવાહી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject