Home » LOKSABHA 2024 : ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી નામાંકનની પ્રક્રિયા કરાશે શરૂ

LOKSABHA 2024 : ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી નામાંકનની પ્રક્રિયા કરાશે શરૂ

LOKSABHA ELECTIONS 2024 : લોકસભાની ( LOKSABHA ) ચૂંટણીનું રણશિંગુ હવે ફૂંકાઈ ગયું છે. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બીજા તબક્કા માટેનું જાહેરનામું ગુરુવારે 28 માર્ચે એટલે કે આજે બહાર પાડવામાં આવશે. આ તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો પર મતદાન થશે. આ જ તબક્કામાં મણિપુર સંસદીય બેઠકની 13 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થશે. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા ગુરુવાર, 28 માર્ચથી શરૂ થશે. જેના માટે 26મી એપ્રિલે મતદાન થશે.

આ 13 રાજ્યોમાં બીજા તબક્કામાં મતદાન

  • આસામમાંથી 5 બેઠક ઉપર મતદાન
  • બિહારમાંથી 5 બેઠક ઉપર મતદાન
  • છત્તીસગઢમાંથી 3 બેઠક ઉપર મતદાન
  • કર્ણાટકમાંથી 14 બેઠક ઉપર મતદાન
  • કેરળમાંથી 20 બેઠક ઉપર મતદાન
  • મધ્યપ્રદેશમાંથી 7 બેઠક ઉપર મતદાન
  • મહારાષ્ટ્રમાંથી 8 બેઠક ઉપર મતદાન
  • મણિપુરમાંથી 1 બેઠક ઉપર મતદાન
  • રાજસ્થાનમાંથી 13 બેઠક ઉપર મતદાન
  • ત્રિપુરામાંથી 1 બેઠક ઉપર મતદાન
  • ઉત્તર પ્રદેશમાંથી 8 બેઠક ઉપર મતદાન
  • પશ્ચિમ બંગાળમાંથી 3 બેઠક ઉપર મતદાન
  • જમ્મુ અને કાશ્મીરના 1 બેઠક ઉપર મતદાન

બીજા તબક્કામાં ઉત્તર પ્રદેશની આ બેઠકો ઉપર યોજાશે ચૂંટણી

લોકસભા ( LOKSABHA ) ચૂંટણીના બીજા તબક્કાની 8 લોકસભા બેઠકો માટે આજે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. જે બાદ આજથી નોમિનેશન પ્રક્રિયા શરૂ થશે. આ બીજા તબક્કામાં અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહેર, અલીગઢ અને મથુરામાં ચૂંટણી યોજાશે. જેમાં સાત બેઠકો જનરલ કેટેગરીની છે. જ્યારે બુલંદશહેરની એક બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ બીજા તબક્કામાં લોકસભાની આઠ બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે.

રાજસ્થાનમાં બીજા તબક્કામાં આ બેઠકો ઉપર મતદાન

રાજસ્થાનની કુલ 25 લોકસભા બેઠકોમાંથી 13 લોકસભા બેઠકો માટે બીજા તબક્કામાં ચૂંટણી છે. તેમાં ટોંક સવાઈ માધોપુર, અજમેર, પાલી, જોધપુર, બાડમેર, જાલોર, ઉદયપુર, બાંસવાડા, ચિત્તોડગઢ, રાજસમંદ, ભીલવાડા, કોટા અને ઝાલાવાડનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં એમપીની 7 લોકસભા બેઠકો પર ચૂંટણી છે, જેમાં ટીકમગઢ, દમોહ, ખજુરાહો, સતના, રીવા, હોશંગાબાદ અને બેતુલ બેઠકોનો સમાવેશ થાય છે.

નામાંકન પ્રક્રિયા એટલે શું ?

આજરોજથી બીજા તબક્કાના મતદાન માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થનાર છે ત્યારે ચાલો આપણે જાણીએ કે નામાંકનની પ્રક્રિયા એટલે શું..આ પ્રક્રિયા હેઠળ ઉમેદવારો ચૂંટણી પંચમાં તેમના નામની નોંધણી કરે છે અને દાવો કરે છે કે તેઓ લોકસભા ચૂંટણીના મેદાનમાં જાહેર મત જીતવા માટે તે એક યોગ્ય ઉમેદવાર છે. આ પ્રક્રિયામાં ઉમેદવારો દ્વારા અલગ અલગ પ્રમાણપત્રો સબમિટ કરવામાં આવે છે, આ સબમિટ કરવામાં આવેલા તમામ પ્રમાણપત્રોની તપાસ કર્યા પછી, ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી માટે તેમની ઉમેદવારી નક્કી કરે છે. ઉમેદવારી ફાઈનલ થયા બાદ જ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે અને પોતાનો પ્રચાર પ્રસાર કરી શકે છે અને પોતાની તરફેણમાં મત માંગી શકે છે.

કોણ ભરી શકે છે નામાંકન પત્ર

કોઈપણ ભારતીય નાગરિક જેનું નામ મતદાર યાદીમાં છે તે લોકસભા સીટ માટે નોમિનેશન કરી શકે છે. જ્યારે કોઈ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારની નિમણૂક કરવામાં આવે છે, ત્યારે તેને સામાન્ય ભાષામાં ટિકિટ મેળવવી કહેવાય છે. જ્યારે તમામ ઉમેદવારોએ જાતે જ પ્રતીક સાથે ઉમેદવારી નોંધાવી છે.

19 એપ્રિલથી શરૂ થશે ચૂંટણીની મહાજંગ

  • પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે 19 એપ્રિલે મતદાન થશે.
  • બીજા તબક્કામાં 26 એપ્રિલે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 89 બેઠકો પર મતદાન થશે.
  • ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 બેઠકો પર મતદાન થશે.
  • ચોથા તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો માટે મતદાન થશે.
  • પાંચમા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર 20 મેના રોજ મતદાન થશે.
  • છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર 25 મેના રોજ મતદાન થશે.
  • સાતમા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર 1 જૂને મતદાન થશે

લોકસભા સાથે 13 રાજ્યોની 26 વિધાનસભા બેઠકો પર મતદાન

લોકસભા ( LOKSABHA ) ચૂંટણી 2024 ની સાથે સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત 13 રાજ્યોની 26 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. સંબંધિત રાજ્યોમાં લોકસભા ચૂંટણીની તારીખો પર પેટાચૂંટણી માટે પણ મતદાન થશે. આમાં હિમાચલમાં સૌથી વધુ છ, ગુજરાતમાં પાંચ અને ઉત્તર પ્રદેશમાં ચાર બેઠકો છે.

આ પણ વાંચો : Lok Sabha Elections : કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી, ગાઝિયાબાદથી ડોલી શર્મા, ગુનાથી યાદવેન્દ્ર સિંહને ટિકિટ…

આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
By Harsh Bhatt
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
By Dhruv Parmar
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
By VIMAL PRAJAPATI
Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી
Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી
By VIMAL PRAJAPATI
OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ
OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી
શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી
By Dhruv Parmar
Pooja Bhalekar : પૂજા ભાલેકરે બ્લેક બિકીનીમાં પુલમાં લગાવી આગ
Pooja Bhalekar : પૂજા ભાલેકરે બ્લેક બિકીનીમાં પુલમાં લગાવી આગ
By Hiren Dave
બહેનના સંગીત પર ક્રિષ્ના રોમેન્ટિક થયો, પત્ની કાશ્મીરાને બધાની સામે Kiss કરી…
બહેનના સંગીત પર ક્રિષ્ના રોમેન્ટિક થયો, પત્ની કાશ્મીરાને બધાની સામે Kiss કરી…
By Dhruv Parmar
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ? શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે? Biggest Onion: આ ખેડૂતે અનોખી રીતે ખેતી કરી ઉગાડી મહાકાય ડુંગળી OTT ઉપર આવશે આ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ શરીરમાં આ હોર્મોનની ઘટના કારણે આપણને રાત્રે ઊંઘ આવતી નથી Pooja Bhalekar : પૂજા ભાલેકરે બ્લેક બિકીનીમાં પુલમાં લગાવી આગ બહેનના સંગીત પર ક્રિષ્ના રોમેન્ટિક થયો, પત્ની કાશ્મીરાને બધાની સામે Kiss કરી…